Not Set/ CBSE પેપર લીક મામલે વિદ્યાર્થીઓનો વિરોધ, સુરતમાં કાળા કપડાં પહેરી સ્ટુડન્ટ્સ સડકો પર

સુરત, CBSC પેપર લીકની ઘટના અને ફરી પેપર લેવાની વાત સામે આવ્યાં બાદ દેશભરમાં વિદ્યાર્થીઓનો રોષ જોવા મળી રહ્યો છે.શુક્રવારે દેશભરમાં અને રાજ્યમાં પણ વિદ્યાર્થીઓએ CBSC પેપર લીક થવા મામલે વિરોધ નોંધાવ્યો હતો. સુરતમાં પણ વિદ્યાર્થીઓએ કાળા કપડા પહેરીને CBSC પેપર લીક મામલે વિરોધ નોંધાવ્યો હતો. સુરતમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રોડ પર ઉતરી આવ્યા હતા […]

Top Stories
srt students CBSE પેપર લીક મામલે વિદ્યાર્થીઓનો વિરોધ, સુરતમાં કાળા કપડાં પહેરી સ્ટુડન્ટ્સ સડકો પર

સુરત,

CBSC પેપર લીકની ઘટના અને ફરી પેપર લેવાની વાત સામે આવ્યાં બાદ દેશભરમાં વિદ્યાર્થીઓનો રોષ જોવા મળી રહ્યો છે.શુક્રવારે દેશભરમાં અને રાજ્યમાં પણ વિદ્યાર્થીઓએ CBSC પેપર લીક થવા મામલે વિરોધ નોંધાવ્યો હતો. સુરતમાં પણ વિદ્યાર્થીઓએ કાળા કપડા પહેરીને CBSC પેપર લીક મામલે વિરોધ નોંધાવ્યો હતો. સુરતમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રોડ પર ઉતરી આવ્યા હતા અને ફરી પરીક્ષા આપવા સામે નારાજગી વ્યક્ત કરી હતી. સુરતના વિદ્યાર્થીઓ આરોપ લાગી રહ્યો છે કે, આટલી કડક વ્યવસ્થા છતાં પેપર લીક કઈ રીતે થયું તો બીજી તરફ એવાં પણ આક્ષેપો થઈ રહ્યાં છે કે, સીબીએસઇના કેટલાંક અધિકારીઓને પેપર લીકની જાણ હોવા છતાં તેઓએ આ કૃત્યને રોકવા માટે કોઈ પ્રયાસો કર્યાં ન હતા.

CBSC પેપર લીક મામલે દિલ્હીમાં પણ આજે પણ સ્ટુડન્ટસ અને પેરેન્ટ્સનું વિરોધ પ્રદર્શન યોજ્યુ હતું. બીજી બાજુ પોલિસે ઝારખંડમાં વિરોધ કરી રહેલાં 6 વિદ્યાર્થીને કસ્ટડીમાં લીધા છે. શુક્રવારના રોજ વિદ્યાર્થીઓએ સીબીએસઇ ઓફિસની બહાર તિરંગા ઝંડા લઇને પ્રદર્શન કર્યું. વિદ્યાર્થીઓએ ફરીથી પરીક્ષા લેવાના નિર્ણયના વિરોધમાં સીબીએસઇ મેનેજમેન્ટની વિરૂદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કર્યાં. દિલ્હી જ નહીં દેશના કેટલાંય શહેરોમાં વિદ્યાર્થીઓ પ્રદર્શન કરી રહ્યાં છે.

બીજી તરફ પેપર લીક મામલે સીબીએસઇના કંટ્રોલર ઓફ એક્ઝામની પોલિસ દ્રારા પુછપરછ થઇ છે. કહેવાય છે કે અત્યાર સુધી 30થી વધુ લોકોની પોલીસ પૂછપરછ કરી ચૂકી છે. તેમાંથી મોટાભાગના કોચિંગ સેન્ટરોમાંથી અભ્યાસ કરતાં કે કરાવતા છે. આ લોકો સાથે જોડાયેલ એક ડઝનથી વધુ મોબાઇલ ફોન જપ્ત પણ કરાઈ ચૂકયા છે.