Not Set/ ધુળેટીના દિવસે ખુલ્લા હથિયારો સાથે આતંક મચાવનાર લેડી ડોન ભુરીની 14 દિવસ બાદ કરાઈ ધરપકડ

સુરત સુરતની લેડી ડોન અસ્મિતા ઉર્ફે ભૂરીની પોલીસ ધરપકડ કરી છે. સાથે જ તેના સાથી સુનિલ અને ભાવેશની પણ પોલીસી ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે સુરતના વરાછા વિસ્તારમાં લેડી ડોન ભૂરીનો ધુળેટીના દિવસે એક વિડીયો વાઇરલ થયો હતો. વિડીયોમાં લેડી ડોન ભૂરી નશામાં ચકચૂર થઇને ખુલ્લેઆમ જાહેરમાં હાથમાં હથિયાર લઇને આમતેમ ફરતી હતી અને […]

Gujarat
kutch ધુળેટીના દિવસે ખુલ્લા હથિયારો સાથે આતંક મચાવનાર લેડી ડોન ભુરીની 14 દિવસ બાદ કરાઈ ધરપકડ

સુરત

સુરતની લેડી ડોન અસ્મિતા ઉર્ફે ભૂરીની પોલીસ ધરપકડ કરી છે. સાથે જ તેના સાથી સુનિલ અને ભાવેશની પણ પોલીસી ધરપકડ કરી છે. ઉલ્લેખનીય છે કે સુરતના વરાછા વિસ્તારમાં લેડી ડોન ભૂરીનો ધુળેટીના દિવસે એક વિડીયો વાઇરલ થયો હતો.

વિડીયોમાં લેડી ડોન ભૂરી નશામાં ચકચૂર થઇને ખુલ્લેઆમ જાહેરમાં હાથમાં હથિયાર લઇને આમતેમ ફરતી હતી અને લોકોને પોતાના ખોફ બતાવતી હતી. સાથે જ તેના સાથીદાર ભાવેશ અને સુનીલના હાથમાં હથિયાર જોવા મળ્યા હતા.

રસ્તા પર આવી રીતે આતંક મચાવતી ભૂરીને જોઇને સૌ લોકો ચોંકી ઉઠ્યા હતા.. જો કે સોશ્યલ મિડીયામાં વાઇરલ થયેલા આ વિડીયોના લઇને સુરતમાં રહેતા સ્થાનિકોમાં ફફડાટનો માહોલ ફેલાઇ જવા પામ્યો હતો.

મહત્વનું છે કે લેડી ડોન ભૂરીનો હથિયાર સાથેનો વિડીયો વાઇરલ થતાં સુરત પોલીસ કમિશ્નરે તપાસના આદેશ આપ્યા હતા અને આખરે લેડી ડોન ભૂરી પોલીસના જાપ્તામાં આવી ગઇ.