Not Set/ સુરેન્દ્રનગર/ ટ્રક અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, 1 નું ઘટના સ્થળે મોત 3 ઘયાલ

ગુજરાતમાં અકસ્માતનાં પ્રમાણના ઘણો વધારો જોવા મળી રહ્યો છે. રોજ બરોજ રાજ્યમાં કેટલાક અકસ્માત નોંધવામાં આવે છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સુરેન્દ્રનગરથી સામે આવી છે. જેમાં એક યુવકનું મોત નીપજ્યું છે. જ્યારે ત્રણ વ્યક્તિ ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગરના મઘરીખરા નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક યુવકનું […]

Gujarat Others
mahiaa 4 સુરેન્દ્રનગર/ ટ્રક અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, 1 નું ઘટના સ્થળે મોત 3 ઘયાલ

ગુજરાતમાં અકસ્માતનાં પ્રમાણના ઘણો વધારો જોવા મળી રહ્યો છે. રોજ બરોજ રાજ્યમાં કેટલાક અકસ્માત નોંધવામાં આવે છે. ત્યારે વધુ એક અકસ્માતની ઘટના સુરેન્દ્રનગરથી સામે આવી છે. જેમાં એક યુવકનું મોત નીપજ્યું છે. જ્યારે ત્રણ વ્યક્તિ ઘાયલ થયા છે.

મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગરના મઘરીખરા નજીક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું જ્યારે ત્રણ વ્યક્તિ ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા વ્યક્તિઓને સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માત સર્જાતા લોકના ટોળા ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા.અને પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે આવી વધુ તપાસ હાથ ધરી હતી.

આપને જણાવી દઈએ કે ગઈ કાલે સુરતના પીપોદરા નજીક અમદાવાદ થી મુંબઈ નેશનલ હાઇવે પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. રોડ ક્રોસ કરી રહેલા રાહદારીને અજાણ્યા વાહનને ટક્કર મારી હતી. જેથી રાહદારનું ઘટના સ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું. જો કે અકસ્માત સર્જીને વાહનચાલક ફરાર થઇ ગયો હતો. જેને પકડવા માટે પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન