Not Set/ પોકસોના આરોપીઓને શંકાનો લાભ મળ્યો, સેશન્સ કોર્ટે ચાર આરોપીઓને નિર્દોષ છોડ્યા

સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આંચર્યા બાદ તેને 1 લાખને 20 હજારની કિંમતમાં વેચી મારવાના કેસમાં આજે સેશન્સ કોર્ટે પોતાનો ચુકાદો જાહેર કર્યા છે. જેમાં ચાર જેટલા આરોપીઓની સામે લગાવામાં આવેલા આક્ષેપો ને પુરવાર કરતા પુરાવા ન મળતા જેથી સેશન્સ કોર્ટે આરોપીઓને શંકાનો લાભ આપીને તમામ આરોપીઓને નિર્દોષ છોડી મુક્યા છે. કેસની વિગત એવી છે કે […]

Ahmedabad Top Stories Gujarat
aw 9 પોકસોના આરોપીઓને શંકાનો લાભ મળ્યો, સેશન્સ કોર્ટે ચાર આરોપીઓને નિર્દોષ છોડ્યા

સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આંચર્યા બાદ તેને 1 લાખને 20 હજારની કિંમતમાં વેચી મારવાના કેસમાં આજે સેશન્સ કોર્ટે પોતાનો ચુકાદો જાહેર કર્યા છે. જેમાં ચાર જેટલા આરોપીઓની સામે લગાવામાં આવેલા આક્ષેપો ને પુરવાર કરતા પુરાવા ન મળતા જેથી સેશન્સ કોર્ટે આરોપીઓને શંકાનો લાભ આપીને તમામ આરોપીઓને નિર્દોષ છોડી મુક્યા છે.

કેસની વિગત એવી છે કે , સરદાર નગર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2014 દરમિયાન સગીરા નો અપહરણ કર્યા બાદ દુષ્કર્મ આચરવાની પોકસોની ફરિયાદ દાખલ થઈ હતી. જેમાં પોલીસ તપાસમાં એવું લોકોને જાણવા મળ્યું હતું કે ચારેય આરોપીઓએ સગીરાનું અપહરણ કરીને ભાદરણ ગામ તેમજ અન્ય બીજા એક ગામમાં લઈ જઈને તેના પર દુષ્કર્મ આચરવાની ઘટના બની હતી. અને સાથે જ આરોપીઓએ સગીરાને અન્ય એક વ્યક્તિને 1 લાખ અને 20 હજારની કિંમતમાં વેચી પણ માર્યો હતો. તેવા આક્ષેપો સામે આવ્યા હતા. અને આ કેસ સેશન્સ કોર્ટના જજ વી જે કલોતરા ની કોર્ટમાં ચાલી જતા જ્યાં કેસના લાગતા તમામ આધાર પુરાવાની નોંધ લેવાઈ હતી.

સરકારી વકીલ નિલેશ લોધાએ પોતાનો પક્ષ કોર્ટની સમક્ષ મુક્યો હતો. તો બીજી તરફ બચાવ પક્ષ તરફથી કિંજલ બ્રહ્મભટ્ટ તેમજ તેમના સહ વકીલ આનંદ બ્રહ્મ ભટ્ટ દ્વારા પણ આરોપીઓના બચાવ માટેની દલીલો તેમજ પુરાવા રજૂ કરાયા હતા. કોર્ટે, આ મામલે પોતાની ગંભીરતા દેખાડીને અવલોકન કર્યું હતું કે પીડિતા દ્વારા જે આક્ષેપો આરોપીઓની સામે લગાવામાં આવ્યા છે. તેને પુરવાર કરતા પુરાવા ક્યાંય પણ દેખાતા નથી. એટલે કોર્ટે આરોપીઓને શંકા નો લાભ આપીને કેસમાંથી નિર્દોષ છોડી મુક્યા હતા.