Not Set/ 21 લાખની ચોરીનો ઉકેલાયો ભેદ, રાજસ્થાનની ગેંગની સંડોવણી આવી સામે

જામનગર જામનગરમાં જગદીશ ચંદ્વ બાલદીના ઘરમાંથી સોના ચાંદીના દાગીના સહિત 21 લાખની ચોરી થઇ હતી. આ ચોરીનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે. ચોરીમાં રાજસ્થાની ગેંગની સંડોવણી સામે આવી છે. જામનગર એલસીબીની ટિમ રાજસ્થાનના અજમેર પહોંચી હતી અને અજમેરના બીજયનગર બસ સ્ટોપ પાસેથી સાવરા બાવરિયા નામનો શખ્સની અટકાયત કરી પુછપરછ કરી હતી. પુછપરછ દરમ્યાન શખ્સે ચોરીના […]

Gujarat
1232 7 21 લાખની ચોરીનો ઉકેલાયો ભેદ, રાજસ્થાનની ગેંગની સંડોવણી આવી સામે

જામનગર

જામનગરમાં જગદીશ ચંદ્વ બાલદીના ઘરમાંથી સોના ચાંદીના દાગીના સહિત 21 લાખની ચોરી થઇ હતી. આ ચોરીનો ભેદ પોલીસે ઉકેલી લીધો છે. ચોરીમાં રાજસ્થાની ગેંગની સંડોવણી સામે આવી છે.

જામનગર એલસીબીની ટિમ રાજસ્થાનના અજમેર પહોંચી હતી અને અજમેરના બીજયનગર બસ સ્ટોપ પાસેથી સાવરા બાવરિયા નામનો શખ્સની અટકાયત કરી પુછપરછ કરી હતી. પુછપરછ દરમ્યાન શખ્સે ચોરીના ગુનાની કબૂલાત કરી હતી.

કબુલાતને આધારે આરોપીને  જામનગર લઈ આવવામાં આવ્યો હતો અને વધુ પૂછપરછ કરવામાં આવી હતી. આરોપી પાસેથી 14 હજાર રોકડા અને ગુનામાં ઉપયોગ કરેલા હથીયારો ઝડપી લીધા હતા.

ગુનામાં સંડોવાયેલા અજમેરના અન્ય છ શખ્સોની સંડોવણી પણ ખુલી હતી. આ રાજસ્થાની ગેંગ ગુજરાતમાં અમદાવાદ, વડોદરા તેમજ જામનગરમાં રેકી કરી બંધ મકાનને નિશાન બનાવતા હતા અને ચોરીને અંજામ આપતા હોવાનું એએસપી ઉમેશ પટેલે જણાવ્યું હતું. તેમજ આ ગેંગ અન્ય સભ્યો અગાઉ પણ ચોરીના ગુનામાં સંડોવાયેલા હોય, જેને શોધખોળ સહિત ની કાર્યવાહી જામનગર પોલીસે હાથ ધરી છે.