Not Set/ જંગલમાંથી ખેરના લાકડા ચોરી કરીને ભાગતી ટ્રકને ફિલ્મી ઢબે પીછો કરી RFO ટીમે ઝડપી.

સુરતમાં ખેરના લાકડાની ચોરી કરતા શખ્સોનો પોલીસે પર્દાફાશ કર્યો છે અને બે શખ્સોની ધરપકડની સાથે ટ્રક ભરીને ખેરના લાકડા કબ્જે કર્યા છે. મળતી માહિતી મુજબ આ શખ્સોએ વાડી ગામ પાસે આવેલ જંગલમાથી ખેરના લાકડાની ચોરી કરતી હતી અને ત્યાંથી પસાર થઇ રહ્યા હતા. આ દરમિયાન RFOની ટીમે ટ્રકનો પીછો કર્યો હતો અને ફિલ્મી ઢબે ટ્રકને […]

Gujarat
lakada જંગલમાંથી ખેરના લાકડા ચોરી કરીને ભાગતી ટ્રકને ફિલ્મી ઢબે પીછો કરી RFO ટીમે ઝડપી.

સુરતમાં ખેરના લાકડાની ચોરી કરતા શખ્સોનો પોલીસે પર્દાફાશ કર્યો છે અને બે શખ્સોની ધરપકડની સાથે ટ્રક ભરીને ખેરના લાકડા કબ્જે કર્યા છે.

મળતી માહિતી મુજબ આ શખ્સોએ વાડી ગામ પાસે આવેલ જંગલમાથી ખેરના લાકડાની ચોરી કરતી હતી અને ત્યાંથી પસાર થઇ રહ્યા હતા. આ દરમિયાન RFOની ટીમે ટ્રકનો પીછો કર્યો હતો અને ફિલ્મી ઢબે ટ્રકને ઝઘડિયાના ટલોદાર GIDCની નજીકથી ઝડપી પાડી હતી.

તપાસ દરમિયાન ટ્રકમાંથી પોલીસને ટ્રકમાંથી ખેરના લાકડા મળી આવ્યા હતા. બાદમાં પોલીસ ટ્રક ડ્રાઇવર અને ક્લીનરની ધરપકડ કરી હતી અને 3.90 લાખના લાકડા સાથે 7 લાખ જેટલો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. મહત્વનું છે કે ટ્રકને ઝડપી એ દરમિયાન ટ્રક ડ્રાઇવર અને ક્લીનર વચ્ચે RFO કર્મચારીને ઝપાઝપી થઇ હતી. જ્યાં RFO કર્મચારીને સામાન્ય ઇજા પહોંચી હતી