IPL 2023/ હૈદરાબાદ સામે બદલાયો ગુજરાત ટાઇટન્સ જર્સીનો રંગ, કેપ્ટન હાર્દિક પંડ્યાએ આપ્યું ખાસ કારણ

હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળનું ગુજરાત પ્લેઓફમાં સ્થાન મેળવવાથી માત્ર એક જીત દૂર છે, ગુજરાતની ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડ પર નવા અવતારમાં મેદાનમાં ઉતરી છે

Top Stories Sports
5 1 9 હૈદરાબાદ સામે બદલાયો ગુજરાત ટાઇટન્સ જર્સીનો રંગ, કેપ્ટન હાર્દિક પંડ્યાએ આપ્યું ખાસ કારણ

IPL 2023ની 62મી મેચમાં ગુજરાત ટાઇટન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ ટકરાશે. હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળનું ગુજરાત પ્લેઓફમાં સ્થાન મેળવવાથી માત્ર એક જીત દૂર છે, ગુજરાતની ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડ પર નવા અવતારમાં મેદાનમાં ઉતરી છે.  ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમના ખેલાડીઓ હૈદરાબાદ સામે વાદળીને બદલે લવંડર કલરની જર્સી પહેરીને આવ્યા છે.

કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ સમયે ગુજરાત ટાઇટન્સની નવી જર્સી પાછળનું રહસ્ય જાહેર કર્યું. હાર્દિકે કહ્યું, “હા, કેન્સરના દર્દીઓ માટે આ એક ખાસ પહેલ છે. કેન્સરના દર્દીઓને સપોર્ટ કરવાની આ અમારી રીત છે.” ગુજરાતની ટીમે પોતાની પ્લેઈંગ ઈલેવનમાં ઘણા ફેરફાર કર્યા છે. વિજય શંકરના સ્થાને સાઈ સુદર્શને ટીમમાં પ્રવેશ કર્યો છે.

શ્રીલંકાની ટીમનો સફેદ બોલનો કેપ્ટન દાસુન શનાકા IPLમાં ડેબ્યૂ કરી રહ્યો છે. કેન વિલિયમસનના સ્થાને ગુજરાતની ટીમમાં શનાકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. શનાકાની ગણતરી આ ફોર્મેટમાં સૌથી આશાસ્પદ ઓલરાઉન્ડરોમાં થાય છે. એશિયા કપમાં શનાકાનું પ્રદર્શન બેટ અને બોલ બંનેમાં શાનદાર રહ્યું હતું.હાર્દિક પંડ્યાએ ટોસ સમયે કહ્યું હતું કે વિજય શંકર ઈજાના કારણે ટીમનો ભાગ નહીં હોય. નેટ્સમાં બેટિંગ કરતી વખતે વિજયને ઈજા થઈ હતી. KKR સામે સતત પાંચ બોલમાં પાંચ સિક્સર ફટકારનાર યશ દયાલને ગુજરાતે અવેજી ખેલાડી તરીકે રાખ્યો હતો.