Not Set/ રાજ્યમાં કાયમી ડીજીપીની નિમણુંક ઝડપથી કરવા સરકારે હાઇકોર્ટને ખાત્રી આપી

  અમદાવાદ ગુજરાતમાં હંગામી ધોરણે કરેલી ડીજીપીની નિમણુંકને હાઇકોર્ટમાં પડકારવામાં આવી છે.હાઇકોર્ટમાં કાયમી ડીજીપીની નિમણુંક અંગે રાજ્ય સરકારે તૈયારી બતાવી છે.હાઇકોર્ટમાં સુનવણી દરમિયાન રાજ્ય સરકારે જણાવ્યું હતું કે કાયમી ડીજીપીની નિમણુંક ઝડપથી કરવામાં આવશે. હાઇકોર્ટે આ અંગે વધુ સુનવણી 1લી નવેમ્બરે હાથ ધરી છે. રાજ્યમાં હાલ ગીતા જોહરી ડીજીપીનો વધારાનો ચાર્જ સંભાળે છે અને તેમની […]

Gujarat
geeta johri રાજ્યમાં કાયમી ડીજીપીની નિમણુંક ઝડપથી કરવા સરકારે હાઇકોર્ટને ખાત્રી આપી

 

અમદાવાદ

ગુજરાતમાં હંગામી ધોરણે કરેલી ડીજીપીની નિમણુંકને હાઇકોર્ટમાં પડકારવામાં આવી છે.હાઇકોર્ટમાં કાયમી ડીજીપીની નિમણુંક અંગે રાજ્ય સરકારે તૈયારી બતાવી છે.હાઇકોર્ટમાં સુનવણી દરમિયાન રાજ્ય સરકારે જણાવ્યું હતું કે કાયમી ડીજીપીની નિમણુંક ઝડપથી કરવામાં આવશે.

હાઇકોર્ટે આ અંગે વધુ સુનવણી 1લી નવેમ્બરે હાથ ધરી છે. રાજ્યમાં હાલ ગીતા જોહરી ડીજીપીનો વધારાનો ચાર્જ સંભાળે છે અને તેમની હંગામી નિમણુંકને પડકારતી અરજી હાઇકોર્ટમાં કરવામાં આવી છે.ભુતપુર્વ આઇપીએસ ઓફિસર રાહુલ શર્માએ રાજ્યમાં હંગામી ધોરણે કરેલી ડીજીપીની નિમણુંકને પડકારતા હાઇકોર્ટને જણાવ્યું છે કે કાયમી ડીજીપી નહીં હોવાને કારણે પોલિસનું મનોબળ તુટે છે.

આ અંગે સુનવણી હાથ ધરાતા હાઇકોર્ટે રાજ્ય સરકારને સોગંદનામું કરવા પણ જણાવ્યું હતું.

રાજ્ય સરકારે હાઇકોર્ટમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર કાયમી ડીજીપીની ઝડપથી નિમણુંક કરશે.