Not Set/ કેમ છો ટ્રમ્પ/ ઓળખપત્ર બતાવે તો જ આ સોસાયટીઓના રહીશોને પોતાના ઘરે મળે છે એન્ટ્રી

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદની મુલાકાતને લઈને ભારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે.ડોનાલ્ડ ટ્રમ્પ સાબરમતી આશ્રમની મુલાકાત લેવાના છે ત્યારે અહીં આજુબાજુ આવેલી સોસાયટીના રહીશોએ પણ સુરક્ષાચક્રમાંથી પસાર થવું પડી રહ્યું છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને સાબરમતી આશ્રમની આજુબાજુની ત્રણ સોસાયટીઓના લોકોને પોતાના ઘરે જવા જ મંજૂરી લેવી પડી રહી છે.રિવરફ્રંટની પશ્ચિમે આવેલા આશ્રમની સામેની બાજુ એટલે […]

Top Stories Ahmedabad Gujarat
Untitled 145 કેમ છો ટ્રમ્પ/ ઓળખપત્ર બતાવે તો જ આ સોસાયટીઓના રહીશોને પોતાના ઘરે મળે છે એન્ટ્રી

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદની મુલાકાતને લઈને ભારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે.ડોનાલ્ડ ટ્રમ્પ સાબરમતી આશ્રમની મુલાકાત લેવાના છે ત્યારે અહીં આજુબાજુ આવેલી સોસાયટીના રહીશોએ પણ સુરક્ષાચક્રમાંથી પસાર થવું પડી રહ્યું છે.

સુરક્ષાને ધ્યાનમાં રાખીને સાબરમતી આશ્રમની આજુબાજુની ત્રણ સોસાયટીઓના લોકોને પોતાના ઘરે જવા જ મંજૂરી લેવી પડી રહી છે.રિવરફ્રંટની પશ્ચિમે આવેલા આશ્રમની સામેની બાજુ એટલે કે નદીની પૂર્વ દિશામાં આવેલા આ સોસાયટીઓમાં રહેતા લોકો પોતાના ઓળખ પત્ર અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચના સ્ટેમ્પવાળો ગેટ પાસ બતાવે તો જ તેમને આગળ જવા દેવાય છે.

એક્વા શીતલ, ઈસ્કોન રિવરસાઈડ અને  શિલાલેખ ફ્લેટ ગાંધીજીના ઘર હૃદયકુંજની બરાબર સામે આવેલા છે. વીવીઆઈપી મહેમાનોની મુલાકાત વખતે આ ત્રણેય ફ્લેટના ધાબા સિક્યોરિટી પ્લેટફોર્મ બની જાય છે.આ ત્રણેય ફ્લેટમાં રહેતા પરિવારોના સભ્યોની માહિતી પોલીસની ખાસ ટીમે મેળવી હતી. 24 ફેબ્રુઆરીએ અહીં રહેતા જે લોકોના નામ યાદીમાં હશે તેમને જ અંદર પ્રવેશ મળશે. ઈસ્કોન રિવરસાઈડની સોસાયટીમાં પોલીસની ટીમ પહોંચી હતી. તેમણે સોસાયટીમાં રહેતા તમામ સભ્યોની માહિતી મેળવી હતી.

બીજી તરફ સાબરમતી આશ્રમ પાસે નદીમાં ઠેર ઠેર સ્પાય કેમેરા ઉપરાંત અંડર વોટર  વેપન્સ ગોઠવવામાં આવશે. સુરક્ષાની આ સમગ્ર સિસ્ટમ સેન્સર બેઝ્ડ અને રિમોટ ઓપરેટેડ હશે.સુરક્ષાને ધ્યાનમાં લઈને ઈન્દીરા બ્રિજથી વાસણા બેરેજ સુધીના વિસ્તારને કવર કરવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.