Not Set/ ‘બેટા તું પાછો આવી જા’ અને પિતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા

વડોદરા, વડોદરાની ગોત્રી મેડીકલ કોલેજમાથી રહસ્યમય સંજોગોમા ગુમ થયેલા વિદ્યાર્થીના મામલે હવે તેના પરિવારજનોએ કલેક્ટર પાસે રાવ કરી છે. કોલેજ પ્રસાશન સામે આક્રોશ વ્યક્ત કરી વિદ્યાર્થીઓએ તપાસ તેમજ કાર્યવાહીની માંગ કરી હતી. વડોદરાની ગોત્રી મેડીકલ કોલેજમાં અભ્યાસ કરતા એમબીબીએસનાં વિદ્યાર્થી દેવકિશન આહીર એક ચિઠ્ઠી લખી રહસ્યમય સંજોગોમાં ગુમ થયો હતો. જે માટે ગોત્રી મેડિકલ કોલેજનાં એક પ્રોફેસર […]

Top Stories
beta ‘બેટા તું પાછો આવી જા’ અને પિતા ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા

વડોદરા,

વડોદરાની ગોત્રી મેડીકલ કોલેજમાથી રહસ્યમય સંજોગોમા ગુમ થયેલા વિદ્યાર્થીના મામલે હવે તેના પરિવારજનોએ કલેક્ટર પાસે રાવ કરી છે. કોલેજ પ્રસાશન સામે આક્રોશ વ્યક્ત કરી વિદ્યાર્થીઓએ તપાસ તેમજ કાર્યવાહીની માંગ કરી હતી.

વડોદરાની ગોત્રી મેડીકલ કોલેજમાં અભ્યાસ કરતા એમબીબીએસનાં વિદ્યાર્થી દેવકિશન આહીર એક ચિઠ્ઠી લખી રહસ્યમય સંજોગોમાં ગુમ થયો હતો. જે માટે ગોત્રી મેડિકલ કોલેજનાં એક પ્રોફેસર સહિત સમગ્ર કોલેજ પ્રસાશનને જવાબદાર ઠેરવવામાં આવી રહ્યું છે. દેવકિશને જે ચિઠ્ઠી લખી હતી. તેમાં તેણે કોલેજનાં સંચાલકો વિરૂદ્ધ આરોપો લગાવી ન્યાયની માંગ કરી હતી.

દેવકિશનના પિતા દેવશીભાઈ આહિરે જણાવ્યું હતું કે, મારે દેવકિશનને એટલું જ કહેવું છે કે, તારા મમ્મી – પપ્પાને ખુબ જ આધાત લાગ્યો છે. બેટા ટીવી પર તું અમને જોતો હોય તો તું પાછો આવી જા. આટલું જ બોલતા દેવશીભાઈની આંખો ભીની થઈ ગઈ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા.

દેવકિશનનાં પરિવારજનોએ અગાઉ ગોત્રી સ્થિત આવેલ મેડીકલ કૉલેજ બહાર ધરણા પ્રદર્શન યોજયા બાદ આજે રેલી યોજી હતી. ગોત્રી મેડિકલ કોલેજનાં તમામ વિભાગોનાં વિદ્યાર્થીઓએ રેલીમાં જોડાઇને ગુમ થયેલ વિદ્યાર્થી દેવકિશન અને તેનાં પરિવારજનોને ન્યાય મળે તેવી માંગ કરી હતી. દેવકિશનનાં પરિવારજનોની આગેવાનીમાં વિદ્યાર્થીઓએ રેલી સ્વરુપે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી હતી