Not Set/ RSSના કાર્યકર શંકર ગોડગસ્તેનું શંકાસ્પદ સ્થિતિમાં મોત

વડોદરા, વડોદરામાં RSSના કાર્યકર શંકર ગોડગસ્તેનું શંકાસ્પદ પરિસ્થિતિમાં મોત થયુ હતુ. વડસર રેલ્વે સ્ટેશન પાસે રેલવે ટ્રેક પરથી મોડી રાતે મૃતદેહ મળી આવ્યો હતો. RSSના બિનવારસી શંકર ગોડગસ્તે મૃતદેહ પરથી અનેક ટ્રેનો પસાર થતા શરીરનાં ટુકડા થઇ ગયા હતા.રેલવે પોલીસ ઘટના સ્થળે આવી પહોચી હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો. શંકર ગોડગસ્તે […]

Top Stories Gujarat Vadodara
mantavya 203 RSSના કાર્યકર શંકર ગોડગસ્તેનું શંકાસ્પદ સ્થિતિમાં મોત

વડોદરા,

વડોદરામાં RSSના કાર્યકર શંકર ગોડગસ્તેનું શંકાસ્પદ પરિસ્થિતિમાં મોત થયુ હતુ. વડસર રેલ્વે સ્ટેશન પાસે રેલવે ટ્રેક પરથી મોડી રાતે મૃતદેહ મળી આવ્યો હતો.

RSSના બિનવારસી શંકર ગોડગસ્તે મૃતદેહ પરથી અનેક ટ્રેનો પસાર થતા શરીરનાં ટુકડા થઇ ગયા હતા.રેલવે પોલીસ ઘટના સ્થળે આવી પહોચી હતી.

પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડાયો હતો. શંકર ગોડગસ્તે RSSમાં કામ કરતા હતા અને RSS પર પ્રતિબંધ વખતે મીસાનાં કાયદા વિવાદમાં તેમણે જેલવાસ ભોગવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે શંકર ગોડગસ્તેનો મૃતદેહ મળી આવતા અનેક સવાલો ઉભા થયા છે. તેમનુ મોત થયુ છે કે આત્મહત્યા કરવામાં આવી છે. તે હજુ બહાર આવ્યુ નથી.