Not Set/ વલસાડ : ઉમરગામમાં 8 વર્ષીય બાળકનું લિફ્ટમાં ફસાઈ જતા મોત

વલસાડના ઉમરગામમાં એક બાળકનું દુર્ઘટનામાં મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. 8 વર્ષના બાળકનું લિફ્ટમાં ફસાઇ જતાં મોત નીપજ્યું હતું. આ ઘટનાના આજુબાજુના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. મળતી માહિતી પ્રમાણે વલસાડના ઉમરગામમાં બુધવારે મોડી સાંજે ગાંધીવાડી વિસ્તારમાં ગોપી હાઉસિંગ સોસાયટીમાં બનેલી આ ઘટનામાં 8 વર્ષનું બાળક લિફ્ટમાં ફસાયું હતું. લિફ્ટમાં ફસાઈ જતા બાળકનું મોતને ભેટ્યું હતું. બાળક ફસાયાની […]

Top Stories Gujarat Others
Valsad lift child 5 વલસાડ : ઉમરગામમાં 8 વર્ષીય બાળકનું લિફ્ટમાં ફસાઈ જતા મોત

વલસાડના ઉમરગામમાં એક બાળકનું દુર્ઘટનામાં મોત થયું હોવાનું જાણવા મળી રહ્યું છે. 8 વર્ષના બાળકનું લિફ્ટમાં ફસાઇ જતાં મોત નીપજ્યું હતું. આ ઘટનાના આજુબાજુના વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.

મળતી માહિતી પ્રમાણે વલસાડના ઉમરગામમાં બુધવારે મોડી સાંજે ગાંધીવાડી વિસ્તારમાં ગોપી હાઉસિંગ સોસાયટીમાં બનેલી આ ઘટનામાં 8 વર્ષનું બાળક લિફ્ટમાં ફસાયું હતું.

Valsad lift child 2 e1541055571211 વલસાડ : ઉમરગામમાં 8 વર્ષીય બાળકનું લિફ્ટમાં ફસાઈ જતા મોત

લિફ્ટમાં ફસાઈ જતા બાળકનું મોતને ભેટ્યું હતું. બાળક ફસાયાની જાણ થતા રહીશોએ લિફ્ટ તોડીને બાળકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો.

સાથે સાથે ઘટના અંગે પોલીસને જાણ કરાતા ઉમરગામ પોલીસે ઘટના સ્થળે આવીને આગળની કાર્યવાહી હાથધરી હતી. જણાવી દઈએ કે, લિફ્ટમાં ફસાઈ જવાથી બાળકોના મોત થવાની ઘટના છાશવારે બનતી હોય છે. થોડા સમય પહેલા જામનગરમાંથી પણ  આવી જ એક ઘટના સામે આવી હતી.