Not Set/ ખુદ મહિલા કોચે સ્વીમીંગ કરતી યુવતીઓનો ઉતાર્યો વિડીયો

જામનગર, જામનગર મહાનગર પાલિકાના એક સ્વિમિંગ પુલમાં મહિલાઓ જ્યારે સ્નાન કરી રહી હતી ત્યારનો તેમનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે. મહિલાઓના સ્વિમિંગ સમયે ફોટો અને વીડિયોની મનાઇ છે તેમ છંતા અહીના મહિલા કોચે જ ફેસબુક પર વીડિયો લાઇવ કર્યું હતુ, જો કે બાદમાં તેમને વીડિયો ડિલિટ કરી દીધો હતો, ભાવના નંદા નામની […]

Top Stories Gujarat Others
WhatsApp Image 2019 07 27 at 18.20.00 ખુદ મહિલા કોચે સ્વીમીંગ કરતી યુવતીઓનો ઉતાર્યો વિડીયો

જામનગર,

જામનગર મહાનગર પાલિકાના એક સ્વિમિંગ પુલમાં મહિલાઓ જ્યારે સ્નાન કરી રહી હતી ત્યારનો તેમનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે. મહિલાઓના સ્વિમિંગ સમયે ફોટો અને વીડિયોની મનાઇ છે તેમ છંતા અહીના મહિલા કોચે જ ફેસબુક પર વીડિયો લાઇવ કર્યું હતુ,

જો કે બાદમાં તેમને વીડિયો ડિલિટ કરી દીધો હતો, ભાવના નંદા નામની મહિલા કોચના આ કૃત્ય સામે લોકોમાં રોષ વ્યાપી ગયો છે, તેમની સામે કાર્યવાહી કરવાની માંગ થઇ રહી છે.

તેમને મહિલાઓની સુરક્ષાને જોખમમાં મુકતા કોર્પોરેશને તેમની સામે કાર્યવાહી કરવી જોઇએ.નોંધનિય છે કે થોડા સમય પહેલા જ વડોદરામાં સ્વિંમિંગ પુલમાં સ્નાન કરતી મહિલાઓના ફોટો લેવામાં આવ્યાં હતા અને તેનો પણ મોટો વિવાદ થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન