Not Set/ સુરત/ બે ગેંગ વચ્ચે હિંસક અથડામણ, જાહેરમાં તલવાર વડે યુવક પર કર્યો હુમલો, જુઓ વિડીયો

સુરત:બે ગેંગ વચ્ચે હિંસક અથડામણ   વેડરોડ પંડોળ વિસ્તારમાં મારામારી 5 યુવકોનો એક યુવક તલવારથી હુમલો હુમલાની ઘટના થઈ CCTV કેમેરામાં કેદ બંને ગેંગ વચ્ચે જુની અદાવતને લઈ મારામારી સુરત વેડ રોડ પંડોળ વિસ્તારમાં ફરી એકવાર સૂર્યા મરાઠી ગેંગ અને ડાહ્યા ગેંગના સભ્યો વચ્ચે જૂની અદાવતને લઈને મારામારી થઈ હતી.બંને ગેંગના યુવાનો એકબીજા ઉપર તીક્ષ્ણ […]

Gujarat Surat
aaaamaya 13 સુરત/ બે ગેંગ વચ્ચે હિંસક અથડામણ, જાહેરમાં તલવાર વડે યુવક પર કર્યો હુમલો, જુઓ વિડીયો

સુરત:બે ગેંગ વચ્ચે હિંસક અથડામણ  

વેડરોડ પંડોળ વિસ્તારમાં મારામારી

5 યુવકોનો એક યુવક તલવારથી હુમલો

હુમલાની ઘટના થઈ CCTV કેમેરામાં કેદ

બંને ગેંગ વચ્ચે જુની અદાવતને લઈ મારામારી

સુરત વેડ રોડ પંડોળ વિસ્તારમાં ફરી એકવાર સૂર્યા મરાઠી ગેંગ અને ડાહ્યા ગેંગના સભ્યો વચ્ચે જૂની અદાવતને લઈને મારામારી થઈ હતી.બંને ગેંગના યુવાનો એકબીજા ઉપર તીક્ષ્ણ હથિયારો વડે તૂટી પડ્યા હતા.

આપને જણાવી દઈએ કે જાહેરમાં જ તલવાર અને ચપ્પું વડે એકબીજા ઉપર હુમલો કરી દીધો હતો. 5 જેટલાં યુવકોએ એક યુવકને ચપ્પુ અને તલવારના અનેક ઘા ઝીંકી દીધા હતા. આ જીવલેણ હુમલામાં યુવક લોહીના ખાબોચિયામાં ફસડાઈ પડ્યો હતો.

આ ગેંગવોરમાં 2 યુવકોને ઈજા પહોંચી હતી. જ્યારે એક યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. યુવક પરનાં જીવલેણ હુમલાની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. આ હુમલામાં એક યુવકનું મોત થતાં પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

જુઓ વિડીયો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.