Weather/ રાજ્યમાં 9.0 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર, આગામી દિવસોમાં વધી શકે છે ઠંડી

રાજ્યમાં 9.0 ડિગ્રી સાથે નલિયા ઠંડુગાર, આગામી દિવસોમાં વધી શકે છે ઠંડી

Gujarat Others
According to the Hindu calendar, the Sun to move towards north from today: Shortest day of the year will be noticed with longest night

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 21 ફેબ્રુઆરી સુધી અરબી સમુદ્ર તરફથી આવતા ભેજવાળાં વાદળો ગુજરાતના કેટલાક ભાગોમાં આવવાથી માવઠું થવાની શક્યતા છે. વધુ ભેજવાળા વાદળોણે કારણે દક્ષિણ ગુજરાત ના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડીશકે છે. 21થી 23 ફેબ્રુઆરીમાં દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં હિમ વર્ષ અને કમોસમી વરસાદ થવાની શકયતા વ્યક્ત કરાઇ છે.

હવામાણ વીભાગન જણાવ્યા અનુસાર અમદાવાદમાં 15.6 ડિગ્રી, વડોદરામાં લઘુત્તમ 16.8 ડિગ્રી, સુરતમાં 19.6 ડિગ્રી, રાજકોટમાં લઘુત્તમ 17.9 ડિગ્રી, ગાંધીનગરમાં 14.0 ડિગ્રી, ભાવનગરમાં 19.5 ડીગ્રી લઘુત્તમ તાપમાન નોધાયું છે. આગામી દિવસોમાં રાજ્યમાં હજુ પણ  ઠંડીનો પારો ગગળી શકે છે.

હવામાન વિભાગ ના જણાવ્યા મુજબ અરબી સમુદ્ર તરફ ભેજવાળા પવન ગુજરાત તરફ ફૂંકાતાં દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં 19 ફેબ્રુઆરીના હળવો વરસાદ પડવાની શયતા છે. રાજ્યમાં આ સિવાયના મોટા ભાગના હિસ્સામાં સૂકું વાતાવરણ રહેશે પરિણામે ઠંડી માં ઘટાડો થશે,આગામી બે દિવસ લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત્ છે. આ પછીના 3 દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં 2-3 ડીગ્રીનો વધારો થઇ શકે છે. જોકે,વરસાદની શક્યતાને પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

રાજકોટ જિલ્લામાં સતત ત્રીજા દિવસે ધુમ્મસ ભર્યું વાતાવરણ રહ્યું હતું.  ગોંડલ સહિતના પંથકમાં ગાઢ ધુમ્મસ છવાયું હતું. રાજકોટ – જેતપુર નેશનલ હાઇવે પર ધુમ્મસને પગલે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ કરવાની ફરજ  પડી હતી. ધુમ્મસને કારણે શિયાળુ પાકને નુકસાનની ભીતિ પણ ખેડૂતો સેવાઈ રહી છે.

Cybercrime / CID ક્રાઇમના વડાનું ટ્વિટર એકાઉન્ટ હેક, હેકરે બમણી કમાણી કરતી વેબસાઈટની આપી લાલચ

Surat / ભાજપ MLA વિરુદ્ધ કાર્યકરોમાં રોષ, MLA પુર્ણેશ મોદીનો ભરબજારે લીધો ઉધડો

covid19 / મુખ્યમંત્રીએ જામનગરમાં સભા કરી હતી સંબોધિત, હાજર તમામ મંત્રીઓના કોરોના રીપોર્ટ આવ્યો….

ગુજરાત / ગોધરાકાંડના મુખ્ય આરોપી રફીક હુસેન ભટુકની 19 વર્ષ બાદ ધરપકડ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ