Not Set/ પત્નીએ પ્રેમીને કહ્યું : મારા પતિની હત્યા સમયે મારે તેની ચીસો સાંભળવી છે…

રાજકોટ શહેરના કોઠારિયા સોલવન્ટ પાસેના મચ્છોનગરમાં રહેતા પરેશ ગોહેલ નામના યુવકની ગળાટૂંપો દઇ હત્યા કરાયેલી લાશ મળવાના ચકચારી પ્રકરણનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. પોલીસે તેની પત્ની કિરણ અને તેના પ્રેમી મયુર ઉર્ફે મયલો ચાવડીયાની ધરપકડ કરી છે. પરેશ તેની પત્ની કિરણ અને બાળકોને અવારનવાર મારતો હતો. કોઠારિયા સોલવન્ટ પાણીના ટાંકા નજીક આદર્શ ગ્રીન સોસાયટી […]

Gujarat Rajkot
mayaapate 15 પત્નીએ પ્રેમીને કહ્યું : મારા પતિની હત્યા સમયે મારે તેની ચીસો સાંભળવી છે...

રાજકોટ શહેરના કોઠારિયા સોલવન્ટ પાસેના મચ્છોનગરમાં રહેતા પરેશ ગોહેલ નામના યુવકની ગળાટૂંપો દઇ હત્યા કરાયેલી લાશ મળવાના ચકચારી પ્રકરણનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. પોલીસે તેની પત્ની કિરણ અને તેના પ્રેમી મયુર ઉર્ફે મયલો ચાવડીયાની ધરપકડ કરી છે. પરેશ તેની પત્ની કિરણ અને બાળકોને અવારનવાર મારતો હતો.

કોઠારિયા સોલવન્ટ પાણીના ટાંકા નજીક આદર્શ ગ્રીન સોસાયટી સામે ખુલ્લા પટમાંથી શનિવારે મચ્છોનગરના યુવક પરેશ ગોહેલની લાશ મળી આવી હતી. મૃતકના ગળાના ભાગે ઇજાના નિશાન હોવાથી આજી ડેમ પોલીસ સહિતના સ્ટાફે લાશનું ફોરેન્સિક નિષ્ણાંત પાસે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. પરેશને ગળાટૂંપો દઇ મોતને ઘાટ ઉતારી દેવાયાનો પર્દાફાશ થતાં પોલીસે મૃતકના મોટા ભાઇ કાળુ ગોહેલની ફરિયાદ પરથી હત્યાનો ગુનો નોંધ્યો હતો.પોલીસે આ બંનેને  પકડી લીધા છે. હત્યા પહેલાં કિરણે મયૂરને કહ્યું હતું કે, તું મારા પતિની હત્યા કરે ત્યારે ફોન ચાલુ રાખજે.. મારે તેની ચીસો સાંભળવી છે.

લાશ જ્યાંથી મળી તે સ્થળે સીસીટીવી કેમેરા ન હોય તેમજ મૃતક મોબાઇલ રાખતો નહીં હોવાથી હત્યારા સુધી પહોંચવું પોલીસ માટે પડકારરૂપ બન્યું હતું. પોલીસે બાતમીદારોને કામે લગાડતાં હત્યાનો ભેદ ઉકેલાઇ ગયો હતો. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ પરેશ અને તેની પત્નીને લાંબા સમયથી મનમેળ નહોતો. પરેશ પોતાની પત્ની અને સંતાનોને છોડી મચ્છોનગરમાં તેની માતા સાથે રહેતો હતો.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.