Not Set/ વલસાડ/ તૂટી પડેલા બ્રિજને કોણ કરશે રિપેર? શું તંત્ર પાસે છે સમય !!

વલસાડના ફલધરા ગામ નજીક  વણજાર ખાડી પર બનેલ નવનિર્માણ બ્રિજ ચોમાસા દરમિયાન તૂટ્યા પછીએ બ્રિજની કામગીરી કરવા તંત્ર પાસે સમય નથી અને લોકો જર્જરિત જોખમી બ્રિજ પરથી જવા મજબૂર છે. વાકલ અને ફલધરાને જોડતો સિંગલ બ્રિજ વરસો જૂનો છે અંદાજિત 25 વર્ષ જૂનો આ બ્રિજ હવે વાહનોના અવર જવર માટે જોખમી બની ગયો છે બ્રિજનું […]

Gujarat Others
aaaaaaa 5 વલસાડ/ તૂટી પડેલા બ્રિજને કોણ કરશે રિપેર? શું તંત્ર પાસે છે સમય !!

વલસાડના ફલધરા ગામ નજીક  વણજાર ખાડી પર બનેલ નવનિર્માણ બ્રિજ ચોમાસા દરમિયાન તૂટ્યા પછીએ બ્રિજની કામગીરી કરવા તંત્ર પાસે સમય નથી અને લોકો જર્જરિત જોખમી બ્રિજ પરથી જવા મજબૂર છે.

વાકલ અને ફલધરાને જોડતો સિંગલ બ્રિજ વરસો જૂનો છે અંદાજિત 25 વર્ષ જૂનો આ બ્રિજ હવે વાહનોના અવર જવર માટે જોખમી બની ગયો છે બ્રિજનું સ્લેબ માંથી સળિયા દેખાતા થઈ ગયા છે બ્રિજના પિલરો ધોવાઈ ગયા છે અને સાંકડો બ્રિજ હોવાથી અત્યાર સુધી 20 થી વધુ લોકોના અકસ્માતમા મોત થયા છે.નવા બ્રિજની માંગ કરવામાં આવ્યા બાદ નવો બ્રિજ ચાલુ કામે જ ચોમાસા દરમિયાન લોખડનો કાટમાળ તૂટી પડતા ત્યારથી આ બ્રિજનું કામ બંધ છે જેને લઈ ગામ લોકો હવે રોષે ભરાયા છે.

વલસાડ તાલુકામાં વણજાર નદી પર આવેલ આ બ્રિજ પરથી રોજ ના 4000 થી વધુ વાહનો પસાર થાય છે 90 ના દાયકા માં બનેલ આ બ્રિજ ને 25 વર્ષ થી વધુ થઈ ચૂક્યા છે અને આ બ્રિજ હવે અત્યંત જર્જરિત થઈ ચૂક્યો છે જેથી લોકો નવા બ્રિજની માંગ કરી હતી 30 થી વધુ ગામના લોકો આ રસ્તા થી અવરજવર કરે છે.જેથી નવો બ્રિજ પાસ થયા પછી તેની કમગીરી પણ ચાલુ કરાઈ હતી પરંતુ ચોમાસા પછી 6 માહિના થી બ્રિજ બનાવતી કોન્ટ્રાકટર ટોળકી ગાયબ છે અને અધિકારી ઓ ઓફીસ છોડતા નથી જેથી હવે ગામ લોકો પરેશાન થયા છે.

વરસોથી બિસમાર અને જર્જરિત બેનલ બ્રિજ પરથી મજબૂરીમાં પસાર થવા માટે લોકો ડરે છે.તંત્ર ના પાપે હવે લોકો પરેશાન થઈ ચૂક્યા છે નવા બ્રિજ નું ચાલુ કઈ તૂટ્યા પછી કામ બંધ થઈ જતા અનેક તર્ક વિતર્ક સામે આવી રહ્યા છે ગયા લોકો દ્વારા અધિકારી ઓ અને કોન્ટ્રાકટર પર ભ્રષ્ટાચાર નો આરોપ પણ લગાવી રહ્યા છે અને નવા બ્રિજ નું કામ જલ્દી પૂર્ણ થાય તેવી માંગણી કરી રહ્યા છે ત્યારે જોવાનું એ રહ્યું કે તંત્ર ના પેટ નું પાણી ક્યારે હલસે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.