Fraud/ કચ્છમાં પોસ્ટ ઓફિસમાં થયું કરોડોનું કૌભાંડ, આ રીતે 8 કરોડ થઇ ગયા ચાઉ

સામાન્ય રીતે બેંકોમાં કરોડો રૂપિયાના કૌભાંડ થતા હોય છે પરંતુ કચ્છમાં પોસ્ટઓફિસમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું છે લાંબા સમયથી ચર્ચાઓના દોર વચ્ચે પોસ્ટ વિભાગના વડાએ

Gujarat Others
fraud કચ્છમાં પોસ્ટ ઓફિસમાં થયું કરોડોનું કૌભાંડ, આ રીતે 8 કરોડ થઇ ગયા ચાઉ

સામાન્ય રીતે બેંકોમાં કરોડો રૂપિયાના કૌભાંડ થતા હોય છે પરંતુ કચ્છમાં પોસ્ટઓફિસમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું છે લાંબા સમયથી ચર્ચાઓના દોર વચ્ચે પોસ્ટ વિભાગના વડાએ આજે કૌભાંડ મુદ્દે મૌન તોડ્યું હતું ભુજની રાવલવાડી પોસ્ટઓફિસમાં 8 કરોડથી વધુની રકમનું કૌભાંડ થયું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.

મળતી માહિતી પ્રમાણે ભુજની જૂની રાવલવાડી વિસ્તારમાં આવેલી પોસ્ટઓફિસમાં આ કૌભાંડ આચરાયું હતું પોસ્ટઓફિસના મહિલા એજન્ટના પતિ અને પોસ્ટ કર્મચારીઓની મિલીભગતથી આ કૌભાંડને અંજામ.આપવામાં આવ્યો છે ખાતાધારકોની બોગસ પાસબુક, બોગસ એન્ટ્રી તેમજ પોસ્ટ વિભાગના સરકારી રેકર્ડમાં ચેડા કરી 8 કરોડથી વધુની રકમ બારોબાર સેરવી લેવાઈ હતી. આ અંગે જાણ થતાં પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી જેમાં 8 કરોડનું કૌભાંડ થયાનું સામે આવતા ચકચાર ફેલાઈ છે.

ક્ચ્છ અને સૌરાષ્ટ્ પોસ્ટ વિભાગના વડા રાકેશકુમાર આજે પોસ્ટ વિભાગની ટીકીટ વિમોચનના કાર્યક્રમ પ્રસંગે ભુજ આવ્યા હતા તેઓએ આ મુદ્દે આજે જણાવ્યું કે,રાવલવાડી પોસ્ટ ઓફિસમાં 8 કરોડનું કૌભાંડ થયું છે,તપાસ દરમિયાન કૌભાંડની રકમ 8 કરોડથી વધી શકે તેવી સંભાવના છે એજન્ટ અને પોસ્ટ કર્મચારીઓની મિલીભગતથી આ નાણાકિય ગેરરીતિ થઈ છે સીબીઆઈ તપાસની મદદ લેવા માટે ભલામણ કરવામાં આવી છે.

છેલ્લા એક મહિનાથી કૌભાંડની ચર્ચાઓ વચ્ચે આખરે સૌરાષ્ટ્ર અને ક્ચ્છ પોસ્ટઓફિસના વડા રાકેશકુમારે આજે મૌન તોડી આ મુદ્દે માહિતી આપતા હડકમ્પ ફેલાઈ જવા પામ્યો છે આગામી સમયમાં નવા કડાકા ભડાકા થવાની શકયતા છે

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…