Not Set/ શું અલ્પેશઠાકોર નું ધારાસભ્ય પદ દૂર થશે? કોંગ્રેસ દ્વારા અલ્પેશ સામે લેવાઇ શકે છે પગલા

મંતવ્ય ન્યૂઝ, કોંગ્રેસ સામે બગાવત કરી મોરચો માંડનાર અને રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને લોકસભા ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ કોંગ્રેસે ધારાસભ્યપદેથી દૂર કરવાની માંગણી કરી છે. અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવા માટે અશ્વિન કોટવાલ અને બળદેવજી ઠાકોરે વિધાનસભા સચિવને રૂબરૂ મળી મળી લેખિતમાં અરજી કરી છે. તમને જણાવી દઇએ કે, આ […]

Ahmedabad Gujarat
alpesh thakore e1569327274805 શું અલ્પેશઠાકોર નું ધારાસભ્ય પદ દૂર થશે? કોંગ્રેસ દ્વારા અલ્પેશ સામે લેવાઇ શકે છે પગલા
  • મંતવ્ય ન્યૂઝ,

કોંગ્રેસ સામે બગાવત કરી મોરચો માંડનાર અને રાધનપુરના કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને લોકસભા ચૂંટણી દરમિયાન પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ કોંગ્રેસે ધારાસભ્યપદેથી દૂર કરવાની માંગણી કરી છે. અલ્પેશ ઠાકોરનું ધારાસભ્ય પદ રદ કરવા માટે અશ્વિન કોટવાલ અને બળદેવજી ઠાકોરે વિધાનસભા સચિવને રૂબરૂ મળી મળી લેખિતમાં અરજી કરી છે.

તમને જણાવી દઇએ કે, આ અગાઉ કોંગ્રેસે પાર્ટીએ અલ્પેશ ઠાકોરને પક્ષમાંથી દૂર કરવા માટેની પ્રક્રિયા પણ હાથ ધરી હતી. નોંધનિય છે કે, અલ્પેશ ઠાકોર દ્વારા લોકસભાની ચૂંટણીમાં અપક્ષનો પ્રચાર કરતા કોંગ્રેસે આ કાર્યવાહી કરી છે. કોંગ્રેસ પાર્ટીએ અલ્પેશ ઠાકોરને બિહારના સહપ્રભારી પદેથી હટાવ્યો હતો તેમજ બનાસકાંઠાના દિયોદરમાં અપક્ષ ઉમેદવારના સમર્થનમાં પક્ષ વિરોધી કાર્ય કરતાં અલ્પેશને કોંગ્રેસ તેની સામે પગલાં લેવાનો નિર્ણય કર્યો છે.

ત્યારે આજે સંતસદારામ બાપાની ખબર પૂછવા માટે આવેલા અલ્પેશ ઠાકોરે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મેં પાર્ટીના હોદ્દા પરથી રાજીનામુ આપ્યું છે ધારાસભ્ય પદેથી નહિ હવે તેમને જોવાનું છે તેમને ઠાકોર સમાજનો સાથ નથી જોઈતો અને જો ના જોઈતો હોય તો તેમને જે કરવું હોય તે કરી લે અમે અમારી તાકાત નો પરચો બતાવીશું.