Not Set/ જાણો, મહિલા બૂટલેગરે ભીંગરણ ગામના સરપંચને જાહેરમાં કેમ માર્યો માર

ઉના તાલુકામાં એક બુટલેગર મહિલાએ ગામના સરપંચને જાહેરમાં માર માર્યો હતો.મૂળ ભીંગરણ ગામની અને કોબ ગામે રહેતી લાલુ નામની મહિલા બુટલેગરે ભીંગરણ પંચાયત કચેરીમાં સરપંચ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી.બાદમાં લાલુએ સરપંચ પર હુમલો કરી દેતા તેને માથાના ભાગમાં ઇજાઓ પહોંચી હતી.ઇજાગ્રસ્ત સરપંચને સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાનો વીડિયો પણ વાઇરલ થઈ રહ્યો […]

Gujarat Others
mahiaapaap 7 જાણો, મહિલા બૂટલેગરે ભીંગરણ ગામના સરપંચને જાહેરમાં કેમ માર્યો માર

ઉના તાલુકામાં એક બુટલેગર મહિલાએ ગામના સરપંચને જાહેરમાં માર માર્યો હતો.મૂળ ભીંગરણ ગામની અને કોબ ગામે રહેતી લાલુ નામની મહિલા બુટલેગરે ભીંગરણ પંચાયત કચેરીમાં સરપંચ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી.બાદમાં લાલુએ સરપંચ પર હુમલો કરી દેતા તેને માથાના ભાગમાં ઇજાઓ પહોંચી હતી.ઇજાગ્રસ્ત સરપંચને સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

આ ઘટનાનો વીડિયો પણ વાઇરલ થઈ રહ્યો છે.ભીંગરણ ગામના સરપંચ જેન્તીભાઇ વશરામભાઇ સોલંકી પંચાયત ઓફિસ ખાતે સવારે બેઠા હતાં. આ દરમિયાન કોબ ગામની લાલુ નામની મહિલા બુટલેગર ત્યાં આવી પહોંચી હતી.લાલુએ જેન્તી પર આક્ષેપ કર્યો હતો કે તે દારૂ વેચે છે તેની ફરીયાદ એસપીને કરે છે.

જેન્તીને લાલુ સહિત તેના પરિવારની બીજી મહિલાઓએ ફટકાર્યો હતો.સરપંચને માથામાં પાછળનાં ભાગે પથ્થરનો ઘા વાગતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયાં હતાં.

જેન્તીએ કહ્યું હતું કે આ મહિલા તેના વિસ્તારમાં દારૂ વેચે છે તેની ફરીયાદ જિલ્લા પોલીસ વડાને કરી હતી.આ વાતનો બદલો લેવા મહિલાએ તેમની પર હુમલો કર્યો હતો.આ અંગે પોલીસને ફરિયાદ કરતા તપાસ શરૂ કરવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.