ટેન્કર સાથે બાઈક ચાલક અથડાતા અકસ્માત સર્જાયો
બાઈક સવારનુ ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યુ
રોડના કામમાં બેદરકારીએ લીધો યુવાનનો ભોગ
મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડાયો
ભાવનગરના ઘોઘા રોડ પર ટેન્કર સાથે બાઈક ચાલક અથડાતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં બાઈક સવારનુ ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યુ હતુ.રોડના કામમાં બેદરકારીથી મુકવામાં આવેલા ટેન્કરે યુવાનનો ભોગ લીધો હતો.ઘટના ના પગલે પોલીસ ઘટના સ્થળે પહોચી હતી.મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો.
ઉલ્લેખનીય છે કે થોડો દિવસ પહેલા પણ ભાવનગરના પાલીતાણા પાસે આવેલા ઘેટી ગામ પાસે એક આઇસર ટેમ્પો પલ્ટી ગયો હતો. જેમાં એક બાળકીનું મોત નીપજ્યું હતું જ્યારે 25 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.