નિધન/ જાણીતા ભજનિક જગમાલ બારોટનું નિધન, શ્રોતાઓમાં પ્રસરી દુઃખની લાગણી

જગમાલ બારોટ નાનપણમાં અભ્યાસ કરતાં હતા, ત્યારથી જ તેમને પારંપરિક ગીતો ગાવાનો શોખ હતો. જગમાલ બારોટ શાળામાં ગરબા, લોકગીતો અને દુહા ગાતા હતા.

Gujarat Others
a 115 જાણીતા ભજનિક જગમાલ બારોટનું નિધન, શ્રોતાઓમાં પ્રસરી દુઃખની લાગણી

ગુજરાતી ભજન સમ્રાટ ગણાતા જગમાલ બારોટનું નિધન થયું છે. ત્યારે તેમના શ્રોતાઓમાં દુઃખની લાગણી પ્રસરી છે. જગમાલ બારોટે અનેક સંતવાણી અને સ્ટેજ પ્રોગ્રામ કર્યા હતા. ભજનિક જગમાલ બારોટ ‘કટારી’ અને “હાટડીયે કેમ રહેવાશે ભાઈ” સહિતના ભજનથી લોકપ્રિય થયા અને નામના મેળવી હતી.

જગમાલ બારોટ નાનપણમાં અભ્યાસ કરતાં હતા, ત્યારથી જ તેમને પારંપરિક ગીતો ગાવાનો શોખ હતો. જગમાલ બારોટ શાળામાં ગરબા, લોકગીતો અને દુહા ગાતા હતા. સૌરાષ્ટ્રના જગવિખ્યાત સંત બજરંગદાસ બાપા બગદાણાના સાનિધ્યમાં પણ તેમણે અનેક ભજન કાર્યક્રમો કર્યા હતા.

ભજનિક જગમાલ બારોટ કટારી અને હાટડીયેકેમ રહેવાશે ભાઈ સહિતના ભજનથી લોકપ્રિય થયા અને નામના મેળવી હતી. જગમાલ બારોટને શાળામાં ભણતા ત્યારથી જ ગાવાનો શોખ હતો. શાળામાં ગરબા, લોકગીતો અને દુહા ગાતા હતા. બજરંગદાસ દાદાએ જગમાલ બારોટ અને કાનદાસ બાપુની કસોટી કરી હતી. જગમાલ બારોટે કાનદાસ બાપુને ગુરૂ તરીકે ધારણ કર્યા હતા. બજરંગદાસ બાપાના સાનિધ્યમાં તેમણે ભજન કર્યા હતા.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ