Not Set/ સાઉથ આફ્રિકામાં ગુજરાતી પરિવારને નડ્યો અકસ્માત, ત્રણ લોકોના મોત

અકસ્માતમાં ભરૂચના NRI દંપતી અને પુત્રનું મોત થયું છે, જોકે, સદનસીબે પુત્રીનો બચાવ થયો છે. જેને પગલે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કોલવણામાં….

Gujarat Others
સાઉથ આફ્રિકામાં
  • સાઉથ આફ્રિકામાં અકસ્માતમાં 3 લોકોના મોત
  • મૂળ ભરૂચ જિલ્લાના 3 નાગરિકના થયા મોત
  • પિટર્સબર્ગ પાસે ગાડીનું ટાયર ફાટતા અકસ્માત
  • ગાડીમાં સવાર 10માંથી 3 લોકોના થયા મોત
  • ભરૂચમાં વસ્તા પરિવારજનોમાં શોકનો માહોલ

સાઉથ આફ્રિકાના પીટર મેરિત્ઝબર્ગમાં મૂળ ભરૂચના પરિવારને કાર અકસ્માત નડ્યો હતો. જેમાં એક જ પરિવારના 3 સભ્યોના મોત થયા છે. અકસ્માતમાં ભરૂચના NRI દંપતી અને પુત્રનું મોત થયું છે, જોકે, સદનસીબે પુત્રીનો બચાવ થયો છે. જેને પગલે ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના કોલવણામાં રહેતા તેમના પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. જણાવીએ કે,  ભરૂચથી આફ્રિકા ગયેલા 10 લોકોને અકસ્માત નડ્યો છે. જેમાથી ત્રણ લોકોનું કારનું ટાયર ફાટતા કરૂણ મોત નીપજ્યુ છે. જ્યારે બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે અને અન્ય પાંચ લોકોને સામાન્ય ઇજા પહોંચી છે.

આ પણ વાંચો :અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો, હવામાન વિભાગની આગાહી

આ મામલે મળતી માહિતી અનુસાર, મૃતકોમાં એક જ પરિવારના ત્રણ સભ્યો છે. ભરૂચનો પરિવાર વર્ષો પહેલા સાઉથ આફ્રિકામાં જઈને વસ્યો હતો. ભરૂચના કોલવાણ ગામનો પરિવાર 10 વર્ષથી સાઉથ આફ્રિકામાં સ્થાયી થયો હતો. પતિ-પત્ની અને એક દીકરી તથા દીકરો કારમાં સવાર થઈને નીકળ્યો હતો. કાર જ્હોનિસબર્ગ એરપોર્ટથી વેંડા તરફ જઈ રહી હતી. ત્યારે પિટ્સબર્ગ પાસે ગાડીને અકસ્માત નડ્યો હતો. કારનું ટાયર ફાટી ગયુ હતું. જેમાં પરિવારના ત્રણ લોકોના કમકમાટીભર્યુ મોત નિપજ્યુ હતું.

હાલમાં આ મૃતકોના ભારતમાં રહેનાર પરિવારજનોને જાણ કરવામાં આવેલ છે. આ મૃતકોને ભારત લાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ દુ:ખદ સમાચાર સાંભળતા જ ભારતમાં રહેનાર પરિવારમાં શોકનું મોજું ફેરવાઈ ગયું છે. હવે થોડા જ દિવસોમાં આ મૃતક લોકોને ભારતમાં લાવવામાં આવશે.

આ પણ વાંચો :  સુરેન્દ્રનગર જીલ્લામાં આજથી ત્રણ દિવસ વરસાદની સંભાવના, જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલ્ટો

સાકીર પટેલ અને રોજમીના પટેલ રાત્રીના સમયે સંબંધીને મળવા માટે જઇ રહ્યા હતા, ત્યારે તેમની કારને અકસ્માત થયો હતો. જોકે સંબંધીના ત્યાં સમયસર ન પહોંચતા તેઓએ સાકીરભાઇને ફોન કર્યો હતો, પરંતુ, કોઇ અન્ય વ્યક્તિએ ફોન ઉપાડ્યો હતો અને સાકીરભાઇની કારને અકસ્માત થયો હોવાની વાત કહી હતી. જેથી તેમના સંબંધીઓ તુરંત જ ઘટના સ્થળે દોડી ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. પોલીસે ત્રણેય મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 40 કેસ નોંધાયા

આ પણ વાંચો :રાજ્યની ન.પાનો શહેર સમકક્ષ વિકાસ કરાશે, ટી.પી.સ્કીમમાં કરાશે વધારો