gujarat rain/ ગુજરાતીઓ સાવધ રહેઃ આ દિવસોમાં છે ભારે વરસાદની છે આગાહી

રાજ્યમાં ફરીથી મેઘ મહેર ચાલી રહી છે. આ સંજોગોમાં આગામી સપ્તાહે રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ બંનેએ અનેક વિસ્તારોમાં સારા તથા ભારે વરસાદની સંભાવના દર્શાવી છે.

Top Stories Gujarat
For Vishal Jani 30 ગુજરાતીઓ સાવધ રહેઃ આ દિવસોમાં છે ભારે વરસાદની છે આગાહી

અમદાવાદઃ રાજ્યમાં ફરીથી મેઘ મહેર ચાલી રહી છે. આ સંજોગોમાં આગામી સપ્તાહે રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને હવામાન વિભાગ બંનેએ અનેક વિસ્તારોમાં સારા તથા ભારે વરસાદની Gujarat Rain સંભાવના દર્શાવી છે. તેથી આગામી સપ્તાહે ક્યાંક બહાર જવા નીકળવા માંગતા હોય તે ગુજરાતીઓ સાવધ રહે.

હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રયના જણાવ્યા મુજબ ગુજરાતમાં અરવલ્લી, અમદાવાદ, બનાસકાંઠા, ગાંધીનગર, પંચમહાલ, દાહોદ, સુરત, વલસાડ, તાપી, દમણ, ડાંગ, નવસારી, દાદરા અને નગર હવેલીમા આગામી ત્રણ દિવસ ભારે વરસાદ પડે તેવી પ્રબળ સંભાવના છે.

આ ઉપરાંત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની Gujarat Rainઆગાહી છે. હવામાન વિભાગે રાજ્યના સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેમા અમદાવાદ સહિતના ભાગોનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત આજે કચ્છની સાથે ગીર, સોમનાથ અને દીવમાં પણ વરસાદ Gujarat Rain થઈ શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના અન્ય જિલ્લામાં પણ વરસાદ પડી શકે છે. તેમા અમરેલી અને ભાવનગરમાં વરસાદ પડે તેવી પ્રબળ શક્યતા છે. જ્યારે આવતીકાલે એટલે કે શુક્રવારે 15મીના રોજ પોરબંદર, જૂનાગઢ, ભાવનગર, બોટાદમાં વરસાદની સંભાવના છે.

જ્યારે શનિવારે નવસારી, ડાંગ, તાપી, દમણ, વલસાડ અને દાદરા નગર Gujarat Rain હવેલીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ની આગાહી છે.  તેની સાથે પ્રતિ કલાક 30થી 40 કિ.મી.ની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. દદક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં તથા ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લા બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં હળવાથી સામાન્ય વરસાદની આગાહી છે.

 

આ પણ વાંચોઃ સફળતાના બે વર્ષ/મહિલાલક્ષી 200 યોજનાઓ માટે ભુપેન્દ્ર પટેલ સરકારનું એક લાખ કરોડનું બજેટ

આ પણ વાંચોઃ સફળતાના બે વર્ષ/બિપરજોય સામે ગુજરાત સરકારનો ઝીરો કેઝ્યુઅલ્ટી એપ્રોચ સફળ

આ પણ વાંચોઃ લંપટ ગુરુ/દ્વારકામાં શિક્ષકે 16 વર્ષની તરુણી પર આચર્યું દુષ્કર્મ, ભાઈને જાનથી મારી નાખવાની હતી હતી ધમકી

આ પણ વાંચોઃ Surat-IT raid/સુરતમા આવકવેરા ખાતું ત્રાટક્યુઃ એક સાથે 35 સ્થળોએ દરોડા

આ પણ વાંચોઃ DRIની કાર્યવાહી/અમદાવાદ DRIનો ચૈન્નઇ અને બેંગ્લોરમાં સપાટો,દુબઇથી આવતી ગેરકાયદે સાત કરોડની સોપારી કરી જપ્ત