Not Set/ ૫૦૦ રૂપિયા ભરીને ૧ મહિનામાં સુધારી શકશો ધોરણ ૧૦ની માર્કશીટની ભૂલો

ઘણા લોકોને ધોરણ ૧૦ની માર્કશીટમાં ભૂલો હોય છે. આ ભૂલ મોટા ભાગે સ્પેલિંગમાં જોવા મળતી હોય છે. માર્કશીટમાં સુધારા-વધારા કરવાની ઝંઝટ ઘણી વધારે હતી. પરંતુ હાલમાં જ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આ અંગે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. માત્ર એક મહિનાની અંદર તમે માર્કશીટની ભૂલો સુધારી શકશો. જો તમારા નામમાં ભૂલ હોય તો ૫૦૦ રૂપિયા […]

Top Stories Gujarat Trending
Gujarat Education Board to introduce Maths Science NCERT textbooks from next academic ૫૦૦ રૂપિયા ભરીને ૧ મહિનામાં સુધારી શકશો ધોરણ ૧૦ની માર્કશીટની ભૂલો

ઘણા લોકોને ધોરણ ૧૦ની માર્કશીટમાં ભૂલો હોય છે. આ ભૂલ મોટા ભાગે સ્પેલિંગમાં જોવા મળતી હોય છે. માર્કશીટમાં સુધારા-વધારા કરવાની ઝંઝટ ઘણી વધારે હતી.

પરંતુ હાલમાં જ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આ અંગે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. માત્ર એક મહિનાની અંદર તમે માર્કશીટની ભૂલો સુધારી શકશો.

જો તમારા નામમાં ભૂલ હોય તો ૫૦૦ રૂપિયા ભરીને તમે એક મહિનાની અંદર નવી માર્કશીટ કઢાવી શકશો.

એટલું જ નહી પણ જો માર્કશીટમાં આખું નામ બદલવું હશે તો ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ સમક્ષ અરજી કરવી પડશે.

ધો-૧૦માં ફોર્મ ભરવા માટે નિયમિત વિદ્યાર્થીઓ પાસેથી ૩રપ રૂપિયા , ૧ વિષયમાં રિપિટર પાસેથી ૧ર૦ રૂપિયા , ર વિષયમાં રિપિટર પાસેથી ૧૭૦ રૂપિયા , ૩ વિષયમાં રિપિટર પાસેથી રર૦ રૂપિયા , ૩ કરતાં વધારે વિષયમાં રિપિટર વિદ્યાર્થીઓ પાસેથી ૩૧પ રૂપિયા અને ખાનગી વિદ્યાર્થીઓ પાસેથી ૬૬પ રૂપિયા ફોર્મ ફી તરીકે બોર્ડ તરફથી લેવામાં આવશે.

શિક્ષણ બોર્ડ દ્વારા ઓનલાઇન ફોર્મની તારીખો જાહેર કરાયા બાદ ફોર્મ ભરતા સમયે રાખવાની કાળજી અંગેની પણ માહિતી જાહેર કરવામાં આવી છે. આ જાહેરાતમાં સ્કૂલ અને વિદ્યાર્થીનું નામ, અટક, પિતાનું નામ, જીઆર નંબર, જન્મતારીખ, વાલીની વાર્ષિક આવક, વિદ્યાર્થીઓનો ફોટો વગેરેમાં કાળજી રાખવા માટે જણાવ્યું છે.

બોર્ડે સૂચના આપી છે કે  વિદ્યાર્થીએ ફોર્મ ભરાયા બાદ તેની પ્રમાણિત કરેલી નકલ પણ પોતાની પાસે રાખવી.

તમને જણાવી દઈએ કે  બોર્ડ દ્વારા ધો.૧૦ના ફોર્મ ભરવા માટે એક મહિનાનો સમય અપાયો છે.ધો.૧૦માં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૧ ડિસેમ્બર છે.