Good News!/ પ્રીતિ ઝિન્ટાના ઘરે ગુંજી કિલકારીઓ, સેરોગેસી દ્વારા બની જોડિયા બાળકોની માતા

પ્રીતિ ઝિન્ટાએ સોશિયલ મીડિયા હેન્ડલ પર પતિ સાથેની તસવીર શેર કરી છે. આ સાથે સ્પેશિયલ નોટ લખીને ગુડ ન્યૂઝ આપ્યા છે

Trending Entertainment
પ્રીતિ ઝિન્ટાના

બોલિવૂડ અભિનેત્રી પ્રીતિ ઝિન્ટાના ઘરે ખુશીએ દસ્તક આપી છે. 46 વર્ષની ઉંમરે પ્રીતિ જોડિયા બાળકોની માતા બની છે. આ ખુશખબર તેણે સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સ સાથે શેર કરી છે. આ સાથે તેણે પોતાના બે બાળકોના નામ પણ જાહેર કર્યા છે. પ્રીતિએ તેના બાળકોના નામ જય ઝિન્ટા ગુડઇનફ અને જિયા ઝિન્ટા ગુડઇનફ રાખ્યા છે. પ્રીતિએ સરોગસી દ્વારા જોડિયા બાળકોને જન્મ આપ્યો છે.

આ પણ વાંચો :સપના ચૌધરી સામે ધરપકડ વોરંટ ઇસ્યુ, જાણો શું છે સમગ્ર મામલો

પ્રીતિએ પોસ્ટમાં લખ્યું- હું આજે તમારા બધા સાથે અમારા સારા સમાચાર શેર કરવા માંગુ છું. હું અને જીન ખૂબ ખુશ છીએ. અમારું હૃદય ખૂબ જ કૃતજ્ઞતા અને પ્રેમથી ભરેલું છે કારણ કે અમારી પાસે બે જોડિયા જય Jai Zinta Goodenough  અને Gia Zinta Goodenough એ જન્મ લીધો છે. . અમારા જીવનના આ નવા તબક્કાને લઇને ખૂબ જ ઉત્સાહિત છીએ.

પ્રીતિ ઝિન્ટાએ આગળ લખ્યું કે, અમે અમારા જીવનના નવા તબક્કાને લઈને ખૂબ જ ઉત્સાહિત છીએ. અમારી અદ્ભુત યાત્રાનો ભાગ બનવા માટે તમામ ડોકટરો, નર્સો અને અમારી સરોગેટનો હૃદયપૂર્વક આભાર. બધાને ખૂબ પ્રેમ. પ્રીતિ ઝિન્ટાની આ પોસ્ટથી સ્પષ્ટ થઈ ગયું છે કે તે સરોગસી દ્વારા માતા બની છે. પ્રીતિએ પોસ્ટ શેર કરતાં તેના ફેન્સ કપલને તેમના બાળકોના જન્મની શુભેચ્છા પાઠવી રહ્યાં છે.

Instagram will load in the frontend.

આ પણ વાંચો :સલમાન ખાને કોરોના રસીને લઈને લોકોને કરી આ અપીલ, જાણો શું કહ્યું એક્ટરે

આપને જણાવી દઈએ કે પ્રીતિએ વર્ષ 2016માં તેના અમેરિકન બોયફ્રેન્ડ જીન ગુડઇનફ સાથે લગ્ન કર્યા હતા. સોશિયલ મીડિયા પર ફેન્સ બંનેને અભિનંદન આપી રહ્યા છે, સાથે જ બાળકોની પહેલી ઝલકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

પ્રીતિની ગણતરી બોલિવૂડની સફળ અભિનેત્રીઓમાં થાય છે. તેણે બોલિવૂડને ઘણી બ્લોકબસ્ટર ફિલ્મો આપી છે. જોકે, પ્રીતિ છેલ્લા કેટલાક સમયથી ફિલ્મોથી દૂર છે. પરંતુ IPL સિઝન દરમિયાન તે ભારતમાં જ રહે છે.

આ પણ વાંચો :મહાત્મા ગાંધી વિરૂદ્વ નિવેદન મામલે કંગના પર કોંગ્રેસ કાયદાકીય કાર્યવાહી કરશે…

મોડલિંગ અને એડ ફિલ્મિંગ પછી પ્રીતિએ મણિરત્નમની ફિલ્મ ‘દિલ સે’થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. જે બાદ તેની કારકિર્દીએ ઉડાન ભરી હતી. પ્રીતિ હાલમાં યુએસમાં રહે છે, તેના પતિ જીન વ્યવસાયે લોસ એન્જલસમાં નાણાકીય વિશ્લેષક છે.

 લગ્ન કર્યા ત્યારથી પ્રીતિ ઝિન્ટા સિલ્વર સ્ક્રીનથી દૂર છે. જો તે, તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને ફેન્સ સાથે ઘણીવાર પોતાની તસવીરો અને વીડિયો શેર કરે છે. આ સિવાય તેના જીવનમાં શું ચાલી રહ્યું છે તે અંગે પણ ફોલોઅર્સને અવગત કરે છે. પ્રીતિ ઝિન્ટાએ ઓગસ્ટ મહિનામાં બોલિવુડમાં 23 વર્ષ પૂરા કર્યા હતા. આ દિવસે તેણે લાંબી પોસ્ટ લખીને જર્નીને વાગોળી હતી.

આ પણ વાંચો : છૂટાછેડા પર છલકાયું સૈફ અલી ખાનનું દર્દ, કહ્યું- શું હું શાહરુખ ખાન છું, આટલા પૈસા ક્યાંથી લાવીશ?

આ પણ વાંચો :અંકિતા લોખંડેની પ્રી વેડિંગ જશન શરૂ, બેચલર ગર્લ્સ પાર્ટીમાં જોવા મળી મિત્રોની ભીડ