Gurmeet Ram Rahim: બળાત્કારના કેસમાં પેરોલ પર જેલમાંથી મુક્ત થયેલા હરિયાણાના ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીને પોતાનું નવું આલ્બમ ‘દેશ કી જવાની’ રિલીઝ કર્યું છે. બાબા રામ રહીમ બળાત્કારના કેસમાં જેલની સજા કાપી રહ્યો છે. તેના પર બે સાધ્વીઓ પર બળાત્કાર કરવાનો આરોપ હતો. ગુરમીત રામ રહીમ તેના નવા ગીતમાં એકદમ અલગ અંદાજમાં જોવા મળી રહ્યો છે. ગુરમીત રામ રહીમ વીડિયો આલ્બમમાં દેશભક્તિના ગીતોની આડમાં પોતાની ઈમેજને પોલીશ કરવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. વીડિયોમાં ગુરમીત રામ રહીમ પોતાને સ્વચ્છ બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. રામ રહીમની પુત્રી હનીપ્રીતે સોશિયલ મીડિયા પર લખ્યું કે તે બાબા રામ રહીમનું નવું ગીત લોન્ચ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. ગુરમીત રામ રહીમના નવા વીડિયો આલ્બમમાં ડેરાના સ્વયંસેવકો પણ દેખાઈ રહ્યા છે.
આ વીડિયોમાં ( Gurmeet Ram Rahim) ખુદ ગુરમીત રામ રહીમ પણ જોવા મળી રહ્યા છે. ગીતની થીમ ડ્રગ છે, આલ્બમ દ્વારા યુવાનોને નશો છોડવાની સલાહ આપવામાં આવી રહી છે, વીડિયો આલ્બમમાં રામ રહીમ પોતાના પરિચિત વાહનમાંથી એન્ટ્રી લે છે. વીડિયો સામે આવ્યા બાદ સવાલ ઉઠી રહ્યો છે કે બળાત્કાર અને હત્યાનો દોષી પેરોલ પર જેલમાંથી બહાર આવીને ગીતો અને ઉપદેશ કેવી રીતે આપી શકે છે. અમુક શરતો સાથે પેરોલ મંજૂર કરવામાં આવે છે. આ નવું ગીત ગુરમીત રામ રહીમે પોતે લખ્યું, કમ્પોઝ કર્યું, ડિરેક્ટ કર્યું અને ગાયું પણ છે.
ઉલ્લેખનીય છે કે ( Gurmeet Ram Rahim) બળાત્કારના કેસમાં પેરોલ પર જેલમાંથી મુક્ત થયેલા હરિયાણાના ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીને પોતાનું નવું આલ્બમ ‘દેશ કી જવાની’ રિલીઝ કર્યું છે. બાબા રામ રહીમ બળાત્કારના કેસમાં જેલની સજા કાપી રહ્યો છે
Bihar Politics/બિહારના રાજકારણમાં ફરી ઉથલપાથલઃ કુશવાહા અને નીતિશ વચ્ચે જંગના મંડાણ