Robbery/ પેન્ટ પર હલીમ ઢોળાઇ જતા ચાર ઇસમો યુવક સાથે બાખડયા, લૂંટ ચલાવી ફરાર

અમદાવાદ શહેરમાં સામાન્ય બોલાચાલીમાં મારામારી અને જીવલેણ હુમલાના કિસ્સા વધતા જઈ રહ્યા છે. ધોળા દિવસે લૂંટના બનાવ બનતા લોકો પોતાને અસલામત અનુભવી રહ્યા છે.ગુનેગારોને પોલીસનો જાણે કોઈ ખોફ જ ન હોય તેમ ગુનાખોરીને અંજામ આપી રહ્યા છે. તાજેતરની જો વાત કરીએ તો દાણીલીમડામાં વિચિત્ર પ્રકારની ઘટના સામને આવી છે. દાણીલીમડાના લવ પાન પાર્લર પાસે આવેલી […]

Ahmedabad Gujarat
crime પેન્ટ પર હલીમ ઢોળાઇ જતા ચાર ઇસમો યુવક સાથે બાખડયા, લૂંટ ચલાવી ફરાર

અમદાવાદ શહેરમાં સામાન્ય બોલાચાલીમાં મારામારી અને જીવલેણ હુમલાના કિસ્સા વધતા જઈ રહ્યા છે. ધોળા દિવસે લૂંટના બનાવ બનતા લોકો પોતાને અસલામત અનુભવી રહ્યા છે.ગુનેગારોને પોલીસનો જાણે કોઈ ખોફ જ ન હોય તેમ ગુનાખોરીને અંજામ આપી રહ્યા છે. તાજેતરની જો વાત કરીએ તો દાણીલીમડામાં વિચિત્ર પ્રકારની ઘટના સામને આવી છે. દાણીલીમડાના લવ પાન પાર્લર પાસે આવેલી હલીમની દુકાન પાસે મોહમ્મદ ફાજીલ અંસારી હલિમ ખાઇ રહ્યા હતા. તેમની બાજુમાં અમીન ઉર્ફે છોટેર, સુફિયાન ઉર્ફે ચાંદ અને મુબીન ઉર્ફે રિમોટ નામના ઈસમો બેઠા હતા.

ફાજિલ ભાઈના હાથથી હલીમનો વાટકો નીચે પડી ગયો હતો. જેના કારણે અમીનની પેન્ટ થોડીક બગડી ગઈ હતી. ત્રણેય ઈસમોએ આટલી સામાન્ય બાબતમાં યુવકની સાથે માથાકુટ કરીને યુવકને બેરહેમીથી માર્યો હતો. દુકાનની આસપાસ ભીડ ભેગી થતાં ત્રણેય ઈસમોએ લોકોમાં ભયનો માહોલ ઉભો કરવા માટે પોતાની પાસે રહેલી છરી કાઢીને યુવકને ધમકાવ્યો હતો અને તેની પાસે રહેલા ૧૭૦૦ રૂપિયા રોકડા લૂંટીને ઘટના સ્થળેથી નાસી ગયા હતા.ફાજિલ ભાઈએ આ મામલે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ત્રણેય વિરૂદ્ધ મારામારી અને લૂંટની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે તપાસના ચક્રો ગતિમાન કરવાનું શરૂ કર્યું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…