Viral Video/ “હનુમાનજી ભગવાન નથી” : સ્વામીનારાયણ સંતનો વધુ એક વિડીયો વાયરલ

હાલમાં જ શંકર ભગવાન વિષે વિવાદિત નિવેદન બહાર આવ્યા બાદ વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં સ્વામિનારાયણ સંત દ્વારા ભગવાન હનુમાનજી વિષે ટિપ્પણી કરવામાં આવી છે. 

Top Stories Rajkot
હાલમાં જ શંકર ભગવાન વિષે વિવાદિત નિવેદન બહાર આવ્યા બાદ વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં સ્વામિનારાયણ સંત દ્વારા ભગવાન હનુમાનજી
  • રાજકોટ:સ્વામીનારાયણ સંતનો વધુ એક વિડીયો વાયરલ
  • “હનુમાનજી ભગવાન નથી “
  • “હનુમાનજી ભગવાન રામના અનન્ય સેવક હતા “
  • સેવાના કારણે રામે તેમને પોતાના સમાન પૂજનીય બનાવ્યા
  • હનુમાનજીને સંત કહી શકાય, બ્રહ્મચારી કહી શકાય
  • પરંતુ ભગવાન ન કહી શકાય
  • સંતોના નિવેદનથી સનાતનીઓમાં રોષ

માત્ર 200 વર્ષથી જ અસ્તિત્વમાં આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ દ્વારા સનાતન ધર્મના દેવી દેવતાઓનું ઘોર અપમાન કરતા નિવેદનો વારંવાર બહાર આવી રહ્યા  છે. હાલમાં જ શંકર ભગવાન વિષે વિવાદિત નિવેદન બહાર આવ્યા બાદ વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં સ્વામિનારાયણ સંત દ્વારા ભગવાન હનુમાનજી વિષે ટિપ્પણી કરવામાં આવી છે.

હાલમાં જ સ્વામિનારાયણ સંતનો એક વિડીયો બહાર આવ્યો છે. જેમાં સંત અહી રહ્યા છે કે, હામુમાન જી ભગવાન નથી. તેઓ ભગવાન રામના અનન્ય સેવકમટર હતા. તેમની રામ ભક્તિ ના કારણે જ ભગવાન રમે તેમણે પોતાના સમાન પૂજનીય બનાવ્યા હતા. હનુમાન જી ને સંત કહી શકાય બ્રહ્મચારી કહી શકાય. પરંતુ ભગવાન ન કહી શકાય.

અત્રે નોધનીય છે કે આ વિડીયો ભુજ સ્‍વામીનારાયણ મંદિરના સ્‍વામી અક્ષરમુનિદાસનો છે. અને તેઓ  ગતવર્ષે એક સભામાં આ પ્રકારે પોતાના સત્સંગીને ઉત્તર આપ્યો હતો. સત્‍સંગ સભામાં એક હરિભકતે પૂછયું હતું કે હનુમાનજી મહારાજને સંત કહેવાય કે ભગવાન કહેવાય ? આ પ્રશ્નના ઉતરમાં સ્‍વામીએ કહયું હતું કે, જો હનુમાનજી છેને તેને સંત આપણે ચોકકસ કહી શકીએ, કેમ કે તે મહાન બ્રહ્મચર્ય વ્રતને ધારણ કરનારા છે. એટલે સંત છે, બરોબર ? અને આમેય ભગવાનના ભકત છે. હનુમાનજી છે એ કોઇ ભગવાન નથી, પણ ભગવાનને ભજી – ભજીને અને ભગવાનની સેવા કરીને ભગવાનનો એટલો બધો રાજીપો મેળવ્‍યો કે ભગવાન રામે તેને પોતાના સમાન પૂજનીય બનાવ્‍યા. જો એ વાત તો બને નારદજી છે, શુકજી છે, સનકાદિકો છે આ બધાય હનુમાનજી મહારાજની જેમ જ પૂજનીય છે., પૂજાય છે પણ એ કોઇ ભગવાન નથી. એ બધા ભગવાનના ઉત્તમ પ્રકારના ભકત છે એટલે એ સંત છે. એમને સંત કહી શકીએ. બ્રહ્મચારી કહી શકીએ, ભગવાનના ઉત્તમ શ્રેષ્‍ઠ ભકત કહી શકીએ, પણ હનુમાનજી મહારાજ છે એ ભગવાન ન કહી શકાય.’

હાલમાં જૂનાગઢ સોખડા ધામના સ્વામી આનંદ સાગર સ્વામી તેમની કથા પ્રવચન દરમિયાન દેવાધીદેવ મહાદેવ પર અશોભનીય ટિપ્પણી કરતા સનાતન ધર્મના સાધુ સંતોમાં ભારે રોષ ફેલાયો છે. પ્રબોધ સ્વામીના શિષ્ય આનંદ સાગર સ્વામી જે પ્રકારે સનાતન ધર્મના દેવાધિદેવ મહાદેવ પર પોતાની કથા વાર્તા દરમિયાન જે ટિપ્પણી કરી છે. તેને ખૂબ ખેદ જનક માનવામાં આવે છે. ત્યાર ફરી એકવાર સ્વામિનારાયણ સંતનો આ વિડીયો વાઇરલ થઈ રહ્યો છે.  સ્વામીનારાયણ સંતના નિવેદનથી  સનાતનીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સનાતન ધર્મના દેવી દેવતાનું વારંવાર અપમાન કરતાં આવા નિવેદનો ઉપર રોક લગાવવાની જરૂર છે.

Ukraine Crisis/ કાર અકસ્માતમાં માંડ બચ્યા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી, પુટીન તરફ ચિંધાતી આંગળીઓ…