Birthday/ હેપ્પી બર્થડે વર્લ્ડ હેરીટેજ સીટી અમદાવાદ, આજે 610મો સ્થાપના દિન

હેપ્પી બર્થડે વર્લ્ડ હેરીટેજ સીટી અમદાવાદ, આજે 610મો સ્થાપના દિન

Mantavya Exclusive
corona 43 હેપ્પી બર્થડે વર્લ્ડ હેરીટેજ સીટી અમદાવાદ, આજે 610મો સ્થાપના દિન

આપણું અમદાવાદ એટલે સૌ કોઈને ગમતું,  દરેક શહેરના લોકોને અને દરેક દેશ લોકોને ખૂબ ગમી જતું શહેર છે આપણું અમદાવાદ. દેશ-વિદેશથી લોકો આ વર્લ્ડ હેરીટેજ શહેર ને જોવા આવે છે. ત્યારે આ મજ્જાના શહેરનો આજે 610મો સ્થાપના દિન છે.

કોરોના અમદાવાદ Live : શહેરમાં વધુ એક મૃત્યુ: SVP હોસ્પિટલમાં એક મહિલાએ દમ તોડ્યો | Vyaapaar Samachar

સાબરમતી નદીના કિનારે આ શહેર વસેલું છે. અહમદશાહ બાદશાહે આ શહેર વસાવ્યું હતું. અમદાવાદ આસપાસનો વિસ્તાર ૧૧મી સદીથી વસવાટ ધરાવે છે જે પહેલા આશાવાલ નામથી ઓળખાતો હતો. અહમદશાહે ૨૬ ફેબ્રુઆરી ૧૪૧૧ના રોજ શહેરની પ્રથમ દિવાલ ચણવાનું કામ માણેક બુર્જથી કરાયું હતું. અહમદશાહ બાદશાહ જ્યારે સાબરમતી નદીને કિનારે ટહેલતા હતા ત્યારે તેમણે એક સસલાંને કુતરાનો પીછો કરતા જોયું. સુલતાન કે જેઓ તેમના રાજ્યની રાજધાની વસાવવા માટેના સ્થળની શોધમાં હતા તેઓ આ બહાદુરીના કારનામાંથી પ્રાભાવિત થઇને સાબરમતી નદી કિનારા નજીકનો જંગલ વિસ્તાર પાટનગરની સ્થાપના માટે નક્કી કર્યો. તેના પરથી જ એક કહેવત છે કે “જબ કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહેર બસાયા”. બાદમાં ઈ.સ. ૧૪૮૭માં અહમદ શાહના પૌત્ર મહમદ બેગડાએ અમદાવાદની ચારેબાજુ કોટ ચણાવ્યા હતા જેમાં ૧૨ દરવાજા મુકવામાં આવ્યા હતા.

કલા કોતરણીનો ઉત્તમ નમૂનો : સિદ્દી સૈયદની જાળી – मुसाफिरNama heritage walk office - Picture of Heritage Walk of Ahmedabad - Tripadvisor

આજે અમદાવાદ ધમધમતું વ્યાપારી કેન્દ્ર બની ગયું છે. આજે સાબરમતી નદીના કિનારે રીવર ફ્રન્ટ  બનાવવામાં આવ્યું છે  જેનાથી શહેરની એક અલગ જ રોનક દેખાઈ આવે છે. ગર્વની વાતતો એ છે કે આજે અમદાવાદને  ‘વર્લ્ડ હેરીટેજ’ નું દરજ્જો મળ્યું છે. આ હેરીટેજ સ્થળોમાં બાદશાહ હજીરો, ચબુતરો, જુમ્મા મસ્જિદ, પોળનું એક ઘર, સીદી સૈયદ ની જાળી, કાલુપુર સ્વામીનારાયણ મંદિર નો સમાવેશ થાય છે. અમદાવાદની પોળોના રહેઠાણ તેમજ તેનું કલાકોતરણીવાળા સ્થાપત્ય જોવા માટે પ્રવાસીઓ માટે હેરિટેજ વૉક કરવામાં આવે છે.

Historical place at Lal Darwaza. Now a day best place for traditional shopping. - Reviews, Photos - Teen Darwaza - Tripadvisor ચિત્ર:Prem Darwaja.jpg - વિકિપીડિયા

અમદાવાદના દરવાજાઓની વાત કરવામાં આવે તો અમદાવાદને કલાકૃતિથી કરેલ કારીગરીવાળા 12 દરવાજો છે. લાલ દરવાજા, દિલ્હી દરવાજા, પ્રેમ દરવાજા, રાયપુર દરવાજા, આસ્ટોડિયા દરવાજા, જમાલપુર દરવાજા, સારંગપુર દરવાજા, દરિયાપુર દરવાજા , કાલુપુર દરવાજા, રાયખડ દરવાજા, શાહપુર દરવાજા, ખાનપુર દરવાજા.

આમ આજે અમદાવાદની રોનક બદલાઈ છે. આજે અમદાવાદમાં દેશ વિદેશ થી આવતા લોકો અમદાવાદની પોળ, હેરીટેજ કાલુપુર સ્વામિનારાયણ મંદિર, સીદી સૈયદ ની જાળી તો સાથે સાથે કાંકરિયા તળાવ,ગાંધી આશ્રમ, હઠીસિંહના દેરા, સાબરમતી રિવર ફ્રન્ટ જેવા જોવાલાયક સ્થળોની પણ મજા માણે છે.

આજે જયારે અમદાવાદનો 610મો સ્થાપના દિન છે ત્યારે અમદાવાદનમાં વિવિધ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે અમદાવાદમાં અનોખી રોનક જોવા મળતી હોય છે.