Gujarat/ શું ફરી એકવાર અમદાવાદનાં આ વિસ્તારમાં જોવા મળ્યો દિપડો? CCTV માં જોવા મળ્યા આ દ્રશ્યો

અમદાવાદમાં થોડા દિવસો પહેલા વસ્ત્રાલ માં એક દીપડો જોવા મળ્યો હોવાના સમાચાર મળ્યા બાદ એક સનસનાટી મચી ગઈ હતી

Ahmedabad Gujarat
Mantavya 107 શું ફરી એકવાર અમદાવાદનાં આ વિસ્તારમાં જોવા મળ્યો દિપડો? CCTV માં જોવા મળ્યા આ દ્રશ્યો

અમદાવાદમાં થોડા દિવસો પહેલા વસ્ત્રાલ માં એક દીપડો જોવા મળ્યો હોવાના સમાચાર મળ્યા બાદ એક સનસનાટી મચી ગઈ હતી, બાદમાં વનવિભાગ દ્વારા તેનું ખંડન કરવામાં અવાયું હતું, હવે વટવામાં દિપડા દેખાવાનાં સીસીટીવી ફૂટેજથી સ્થાનિકોમાં ખળભળાટ મચી ગયો છે.

કહેવામાં આવી રહ્યું છે કે વટવાના બીબીપુરા સ્થિત સ્પોર્ટસ કોમ્પ્લેક્સમાં દીપડો સીસીટીવીમાં જોવા મળ્યો છે. જો કે, તે દીપડો છે કે અન્ય કોઈ હિંસક પ્રાણી છે, તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. હાલમાં વન વિભાગ આ મામલે તપાસ કરી રહ્યું છે. મળતી માહિતી મુજબ હિંસક પ્રાણી હોવાની બાતમી મળતાં વન વિભાગે આસપાસ વિસ્તારમાં પણ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. સ્પોર્ટસ કોમ્પ્લેક્સના સીસીટીવી ફૂટેજની મદદથી, આ પ્રાણીને ઓળખવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વન વિભાગની 40 થી વધુ ટીમો દ્વારા આ સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

તે જ સમયે, સંકુલના આસપાસના વિસ્તારોમાં 4 પાંજરા પણ રાખવામાં આવ્યા છે. વન વિભાગે માહિતી આપી હતી કે ટીમ બીબીપુરાના 8 ગામોમાં સર્વે કરી રહી છે. હાલમાં નજીકના ખેતરોમાં બીબીપુરા, વાંચ, હાથીજણ, ગત્રાલ, મેમદપુરા, વટવા, ગેરતપુર, ધામત, વણ સહિતના નજીકના ખેતરોમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ