સુરેન્દ્રનગર/ બગોદરા હાઈવે પર આઈશર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ

સુરેન્દ્રનગરના જૈન પરિવારની દીકરીનું કરૂણ મોત નિપજતા ભારે અરેરાટી ફેલાઈ જૈન સમાજમાં શોકનો માહોલ છવાયો

Gujarat
Untitled 314 બગોદરા હાઈવે પર આઈશર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યુ

બાવળા બગોદરા હાઈવે પર આઈસર અને બાઈક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા સુરેન્દ્રનગરના જૈન સમાજની દીકરીનું ઘટનાસ્થળે કરૂણ મોત નિપજતા ભારે અરેરાટી ફેલાઈ જવા પામી છે અને સમાજમાં શોકની લાગણી ફેલાઈ  હતી.

આ  પણ વાંચો ;સુરત / મારા ચાર વર્ષના પુત્રને મારતા હું પણ ધ્રુજતી હતી અને રડતી હતી : માતાની સુસાઈડ નોટમાં ઉલ્લેખ

વધુ વિગત સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર શહેરના જીનતાન રોડ ઉપર શારદા સોસાયટીમાં રહેતા સીનેશભાઈ શાહની દીકરી સલોનીબેન શાહ ઉંમર 23 વર્ષ જેઓનું બાવળા બગોદરા હાઈવે પર બાઈક અને આઈસર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ઘટનાસ્થળે જૈન પરિવારની દીકરી સોનાલીબેન શાહનું મોત નિપજતા જૈન સમાજમાં શોકનો માહોલ છવાય જવા પામ્યો હતો.

આ પણ વાંચો ;/ 9 જિલ્લા માટે 531 કરોડ રૂપિયાનું રાહત પેકેજ, અતિવૃષ્ટિથી નુકસાનીને લઈને સરકારની જાહેરાત

આ અકસ્માતની ઘટનાના પગલે બાવળા બગોદરા હાઈવે ઘટનાસ્થળે પોલીસ ટીમ તાત્કાલિક દોડી જઈ અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી તેમજ હાઈવે પર લોકોના ટોળે ટોળા ઉમટી પડયા હતા. તેમજ બાવળા બગોદરા હાઈવે પર માર્ગ અકસ્માતમાં જૈન પરિવારની દીકરીનું મોત નિપજતા તેમના મૃતદેહને સુરેન્દ્રનગર જીનતાન રોડ શારદા સોસાયટી ખાતે તેમના નિવાસસ્થાને લાવવામાં આવતા શાહ પરિવાર સહિત જૈન સમાજના આગેવાનો અને બહોળી સંખ્યામાં લોકો ચોધાર આંસુએ રડી પડયા હતા અને દુખની લાગણી વ્યકત કરી હતી.