ભ્રષ્ટાચાર/ વડોદરામાં 20 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયો કોન્સ્ટેબલ

વડોદરાના હરાણી રોડ પર આવેલા સાવદ ક્વાર્ટર્સમાં એક બટલેગર પાસેથી રૂ.  20,000 ની લાંચ લેતાં એસીબીએ રેડ પોલીસના હેડ પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરી હતી.

Gujarat Vadodara
A 333 વડોદરામાં 20 હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયો કોન્સ્ટેબલ

વડોદરાના હરાણી રોડ પર આવેલા સાવદ ક્વાર્ટર્સમાં એક બટલેગર પાસેથી રૂ.  20,000 ની લાંચ લેતાં એસીબીએ રેડ પોલીસના હેડ પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરી હતી. ગુપ્ત માહિતીના આધારે છોટાઉદેપુર એસીબીની ટીમે આ કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ હરાણી રોડ પર આવેલા સાવદ કવાર્ટર્સમાં રાકેશ બાબુભાઇ રાજપૂત નામ બુટલેગર દારૂ વેચે છે. દારૂનો ધંધો ચાલુ રાખવા માટે વરસિયા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ જગદીશ કરસનભાઇ ગુડલીયાએ રૂ .20,000 ની લાંચ માંગી હતી.

આ પણ વાંચો :બાળકોના રમવા બાબતની માથાકૂટ બની લોહિયાળ

બુટલેગર રાકેશ રાજપૂત જમાદારને લાંચ આપવા માગતો ન હતો. જેથી તેને છોટાઉદેપુર ACBમાં ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે છોટાઉદેપુર ACBના પી.આઇ. ડી. જી. રબારીએ આપની મદદ લઇને મોડી સાંજે બુટલેગર રાકેશ રાજપૂતના ઘરની સામે આવેલ ગ્રાઉન્ડમાં છટકાનું આયોજન કર્યું હતું. ACB દ્વારા ગોઠવવામાં આવેલા છટકા મુજબ રાકેશ રાજપૂતે જમાદાર જગદીશ ગુડલીયાને પોતાના ઘર પાસે રૂપિયા 20 હજાર લેવા માટે બોલાવ્યો હતો.

આ પણ વાંચો : ભાઈ ના હાથે ભાઈની હત્યા હોળી બની ખૂનની હોળી, આરોપી કરાઈ ઘરપકડ

આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ જગદીશ ગુડલીયા 20 હજાર રૂપિયા લેતાં રંગેહાથ ACBની ટ્રેપમાં ફસાયા હતા. તો બીજી તરફ વારસિયા પોલીસ મથકના જમાદાર જગદીશ ગુડલીયા રૂપિયા 20 હજારની લાંચ લેતા ઝડપાઇ જતા શહેર પોલીસ તંત્રમાં ચકચાર મચી ગઇ હતી. હાલ આ મામલે ACBએ લાંચિયા પોલીસકર્મીની અચકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :રાજ્યમાં લેવાનારી ધો.12 વિ.પ્રવાહની પ્રેકટિકલ પરીક્ષા રખાઈ મોકૂફ

પોલીસે જણાવ્યું કે કોરોના ગાઇડ લાઇન મુજબ પોલીસ કર્મચારીઓની પહેલા પરીક્ષણ કરવામાં આવશે. આ પછી ધરપકડ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.