Not Set/ દિવસમાં વધારે ગ્રીન ટીનું સેવન કરશો તો થશે આ નુકસાન

હાલમાં ઘણા બધા લોકો હેલ્ધી રહેવા તેમજ શરીરની ચરબી ઘટાડવા માટે ગ્રીન ટીનું સેવન કરતા હોય છે.  અને ગ્રીન ટી પીનારાની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે.  એવુ માનવામાં આવે છે કે જો સ્થૂળતાથી દૂર રહેવુ હોય તો ગ્રીન ટી પીવી જોઈએ. જોકે  દરેક વસ્તનો અતિરેક સારો નથી હોતો. ઘણા લોકો ઝડપથી ચરબી ઉતારવા માટે […]

Health & Fitness
aaaa 15 દિવસમાં વધારે ગ્રીન ટીનું સેવન કરશો તો થશે આ નુકસાન

હાલમાં ઘણા બધા લોકો હેલ્ધી રહેવા તેમજ શરીરની ચરબી ઘટાડવા માટે ગ્રીન ટીનું સેવન કરતા હોય છે.  અને ગ્રીન ટી પીનારાની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે.  એવુ માનવામાં આવે છે કે જો સ્થૂળતાથી દૂર રહેવુ હોય તો ગ્રીન ટી પીવી જોઈએ. જોકે  દરેક વસ્તનો અતિરેક સારો નથી હોતો. ઘણા લોકો ઝડપથી ચરબી ઉતારવા માટે આડેધડ ગ્રીન ટી પીતા હોય છે જે યોગ્ય નથી.  આ બાબત નુકસાન પણ કરી શકે છે. સામાન્ય રીતે દિવસમાં 3 કપ કરતાં વધારે ગ્રીન ટીનું સેવન કરવું યોગ્ય નથી.  સાથે જ જાણી લો કે કઈ કઈ પરિસ્થિતિમાં વ્યક્તિએ ગ્રીન ટીનું સેવન ન કરવું જોઈએ.

ગ્રીન ટીના અતિરેકથી થાય છે આ નુકસાન

ગ્રીન ટીમાં કેફીનનું પ્રમાણ હોય છે ગ્રીન ટીની 227 ગ્રામ ચામાં 24થી 25 મિલીગ્રામ સુધી કેફીન હોય છે. જે  તમારી હાર્ટબીટ અનિયમિત કરી નાખે છે. તમને નર્વસનેસનો અનુભવ થાય છે અને તમે નાની નાની વાતે ચિઢાઈ જાવ છો

વધારે ગ્રીન ટી પીવી પાચન તંત્ર માટે નુકસાનકારક છે જે તમારા પાચક રસોના બેલેન્સને  બગાડી શકે છે. ગ્રીન ટીમાં હાજર ટેનિન પેટને ખરાબ કરી શકે છે. કારણ કે ગ્રીન ટી પીવાથી પેટમાં એસિડનું પ્રમાણ  વધી જાય છે.

ગ્રીન ટીમાં હાજર ટેનિનથી પેટમાં દુખાવો તેમજ કબજિયાત થઈ શકે છે. જે લોકોના પેટમાં અલ્સર કે એસિડીટી વધારે રહે છે તેમણે ગ્રીન ટી ન પીવી જોઈએ.

ડોક્ટર્સ પણ સલાહ આપતા હોય છે તે જેમને એનિમિયા છે તેમણે ગ્રીન ટી ન પીવી જોઈએ.  કેમ કે ગ્રીન ટી પીવાથી  હિમોગ્લોબિન ઘટી જાય છે.

પ્રેગન્ન્ટ અને બ્રેસ્ટ ફિડિંગ કરાવતી મહિલાઓએ દિવસમાં 1 કપ કરતાં વધારે ગ્રીન ટી ન પીવી જોઈએ. કારણ કે માના દૂધ દ્વારા બાળકમાં કેફીનનું પ્રમાણ જઈ શકે છે.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.