Not Set/ બ્રન્ચ માટે ઉત્તમ રહેશે હેલ્ધી ઓટ્સ ઉત્તપમ

રજાના દિવસોમાં હવે  રસોઈની ઝંઝટની બચી શકાય તે માટે બ્રન્ચનો કન્સેપ્ટ ફૂલ્યો ફાલ્યો છે BRUCH  શબ્દ BREAKFAST  અને LUNCHમાંથી બન્યો છે. જેમાં  તમે 10થી 2 વાગ્યા સુધી જમવાનું અને નાસ્તામી મિક્સ રેસીપી દ્વારા બ્રન્ચનો આનંદ ઉઠાવી શકો છો.  અને તેમાં વિવિધ વાનગીની મજા માણી શકો છો.   સામગ્રી 1 કપ ઓટ્સ 1 કપ ઢોંસાનું ખીરું […]

Lifestyle
uttapam બ્રન્ચ માટે ઉત્તમ રહેશે હેલ્ધી ઓટ્સ ઉત્તપમ

રજાના દિવસોમાં હવે  રસોઈની ઝંઝટની બચી શકાય તે માટે બ્રન્ચનો કન્સેપ્ટ ફૂલ્યો ફાલ્યો છે BRUCH  શબ્દ BREAKFAST  અને LUNCHમાંથી બન્યો છે. જેમાં  તમે 10થી 2 વાગ્યા સુધી જમવાનું અને નાસ્તામી મિક્સ રેસીપી દ્વારા બ્રન્ચનો આનંદ ઉઠાવી શકો છો.  અને તેમાં વિવિધ વાનગીની મજા માણી શકો છો.

 

સામગ્રી
1 કપ ઓટ્સ
1 કપ ઢોંસાનું ખીરું
½ કપ ફણગાવેલાં કઠોળ
1 ડુંગળી ઝીણી સમારેલી
3 મરચાં ઝીણાં સમારેલાં
2 ટે.સ્પૂન ફુદીનાની ચટણી
જરૂર મુજબ ઓલિવ ઓઇલ
કાળા તલ જરૂરિયાત મુજબ
2 ટામેટાં ઝીણાં સમારેલાં
4 -5 પાન લેટયૂસકે કોબીના
½ લીંબુનો રસ
મીઠું સ્વાદ પ્રમાણે

રીત : 

ફણગાવેલાં કઠોળને એક બાઉલમાં ભરીને તેમાં ડુંગળી, લીલાં મરચાં, મીઠું નાખીને બધું બરાબર મિક્સ કરી લેવું.
બીજા બાઉલમાં ઓટ્સ નાંખીને તેમાં મીઠું તથા ઢોંસાનું ખીરું તથા થોડી ફુદીનાની ચટણી ઉમેરીને આ મિશ્રણ બરાબર હલાવી લેવું.
તેમાં જરૂરિયાત મુજબનું જ પાણી ઉમેરીને ઘટ્ટ ખીરું તૈયાર કરવું. હવે નોન સ્ટિક તવી લઇને તેને ધીમી આંચે થોડી ગરમ થવા દેવી
નોન સ્ટિક તવીમાં થોડું ઓલિવ ઓઇલ લઇને કડછીમાં થોડું ખીરું લઇને ગોળ પાથરી દેવું.
તેની ઉપર ફણગાવેલાં કઠોળ, કાળા તલ અને સમારેલાં ટામેટાં ભભરાવવાં અને થોડીવાર ઉત્તપમને શેકાવા દેવા. એકબાજુ શેકાઇ જાય એટલે ઉત્તપમને બીજી બાજુ પણ કરકરા શેકી લેવાં.
બધા જ ઉત્તપમ તૈયાર થઈ જાય એટલે કોબી કે લેટ્યૂસનાં પાનને ઝીણાં સમારી તેમાં ઓલિવ ઓઇલ, મીઠું તથા લીંબું મિક્સ કરીને સલાડ જેવું બનાવી લેવું.
જ્યારે ઓટ્સ ઉત્તપમ સર્વ કરો ત્યારે આ સલાડને ગાર્નિશ કરીને ઓટ્સ ઉત્તપમ સર્વ કરવા.

નોંધ :

બાળકો માટે તમે નાના બેબી ઓટ્સ ઉત્તપમ પણ બનાવી શકો છો.

કાળાતલ ભાવતા હોય તો જ ભભરાવવા

સિઝન પ્રમાણે તમે લીલી ડુંગળી, ફણસી, ગાજરને પણ ઝીણાં સમારીને ઉપયોગમાં લઇ શકો છો.