સુરત/ રાહુલ ગાંધીને મળેલા બે વર્ષની સજાને મોકૂફ રાખવા કરેલી અપીલ પર સુનાવણી

આજે રાહુલ ગાંધીએ સેશન્સ કોર્ટમાં સ્ટે ઓફ કન્વીક્સનની જે અરજી કરી છે તેને લઈ દલીલો થશે. પૂર્ણેશ મોદીના એડવોકેટ તરફે રાહુલ ગાંધીને સ્ટેટ ઓફ કનવીક્શન આપવામાં ન આવે તેવી દલીલો કરાશે.

Top Stories Gujarat Surat
Untitled 50 4 રાહુલ ગાંધીને મળેલા બે વર્ષની સજાને મોકૂફ રાખવા કરેલી અપીલ પર સુનાવણી

@અમિત રૂપાપરા 

રાહુલ ગાંધી માનહાની કેસ મામલે આજે બંને પક્ષો વચ્ચે દલીલ થશે. સુરત કોર્ટના ચુકાદાને રાહુલ ગાંધીએ સેશન્સમાં પડકાર્યો હતો. રાહુલ ગાંધીને સુરત કોર્ટે માનહાની કેસમાં બે વર્ષની સજા કરી હતી. કોર્ટ દ્વારા 11 એપ્રિલે પુર્ણેશ મોદીને જવાબ રજૂ કરવા આદેશ કર્યા હતા. 11 એપ્રિલે એડવોકેટ મારફતે પૂર્ણેશ મોદીએ પોતાના વાંધા રજૂ કર્યા હતા. આજે એટલે કે 13 એપ્રિલે બંને પક્ષો વચ્ચે દલીલો થશે. કોંગ્રેસના નેતા નૈસધ દેસાઈ, વિધાનસભા વિપક્ષનેતા અમિત ચાવડા સહિત કોંગ્રેસના નેતા સુરત કોર્ટમાં પહોંચ્યા. તો પુર્ણેશ મોદીના એડવોકેટ કોર્ટ પહોંચ્યા. કેતન રેશનવાલાની સાથે પૂર્ણેશ મોદીના હાઇકોર્ટના એડવોકેટ પણ સુરત પહોંચ્યા.

આજે રાહુલ ગાંધીએ સેશન્સ કોર્ટમાં સ્ટે ઓફ કન્વીક્સનની જે અરજી કરી છે તેને લઈ દલીલો થશે. પૂર્ણેશ મોદીના એડવોકેટ તરફે રાહુલ ગાંધીને સ્ટેટ ઓફ કનવીક્શન આપવામાં ન આવે તેવી દલીલો કરાશે. 11 એપ્રિલના રોજ પણ રાહુલ ગાંધીને સ્ટે ઓફ કન્વિક્સન ન આપવામાં આવે તેવો વાંધો રજુ કરાયો હતો. આજે બંને પક્ષો વચ્ચે સેશન્સ કોર્ટમાં દલીલો થશે. તો કોંગ્રેસના નેતા અમિત ચાવડા સહિત કોંગ્રેસના અન્ય આગેવાનો સુરત કોર્ટ પહોંચ્યા.

શું હતો મામલો

રાહુલ ગાંધી દ્વારા મોદી અટકને લઈને જે નિવેદન આપવામાં આવ્યું હતું તે બાબતે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા સુરતની કોર્ટમાં માનહાનીનો કેસ કરવામાં આવ્યો હતો. ત્યારે આ મામલે સુરત કોર્ટ દ્વારા તમામ પુરાવાઓના આધારે રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં બે વર્ષની સજા કરવામાં આવી હતી. સુરત કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને સજા સંભળાવ્યા બાદ રાહુલ ગાંધીનું સંસદ સભ્યનું જે પદ હતું તે પણ રદ થયું હતું અને ત્યારબાદ રાહુલ ગાંધી દ્વારા આ મામલે સુરત સેશન્સ કોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી હતી.

રાહુલ ગાંધી તરફથી જે અપીલ દાખલ કરવામાં આવી છે તેને લઈને હવે પૂર્ણેશ મોદીના વકીલ દ્વારા 11 એપ્રિલના રોજ કોર્ટમાં જવાબ રજૂ કરવામાં આવ્યો. મહત્વની વાત છે કે માનહાની કેસ મામલે રાહુલ ગાંધીને જે સજા થઈ હતી તેને રાહુલ ગાંધીએ સેશન્સ કોર્ટમાં પડકારી છે તો બીજી તરફ પૂર્ણેશ મોદીના વકીલ કેતન રેશમવાલા દ્વારા આજે કોર્ટમાં વાંધાઓ રજૂ કરવામાં આવ્યા  હતા.

આ પણ વાંચો:ટ્રાફિક સંચાલનઃ સુરત પોલીસના હકારાત્મક અભિગમથી લોકોમાં સાનંદાશ્ચર્ય

આ પણ વાંચો:જુનિયર ક્લાર્કની પરીક્ષા આપવા નીકળેલા પરીક્ષાર્થીઓને નડ્યો અકસ્માત

આ પણ વાંચો:સુરતમાંથી ઝડપાયું સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ, બે લોકોની કરાઈ અટકાયત

આ પણ વાંચો:ગુજરાતના ટેક્સટાઇલ ઉદ્યોગો અને આનુષાન્ગિક ઉદ્યોગોની E- ડિરેક્ટરીનું મુખ્યમંત્રીશ્રીએ કર્યું લોન્ચિંગ

આ પણ વાંચો:હિંદુવાદી નેતા કાજલ હિન્દુસ્તાનીની પોલીસે કરી ધરપકડ, જાણો શુ લાગ્યો આરોપ