Gujarat rainforecast/ રાજ્યમાં આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી છે. પ્રતિ કલાક 35થી 45 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે તેમ જણાવાયું છે. જામનગર, દ્વારકા અને વલસાડમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Gujarat Gandhinagar Breaking News
Beginners guide to 78 2 રાજ્યમાં આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી

Gandhinagar News:  રાજ્યમાં આગામી સાત દિવસ ભારે વરસાદની આગાહી છે. પ્રતિ કલાક 35થી 45 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે તેમ જણાવાયું છે. જામનગર, દ્વારકા અને વલસાડમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

દમણ, દાદરા અને નગર હવેલીમાં પણ અતિ ભારે વરસાદ છે. જામનગર સહિતના વિસ્તારોમાં રેડ એલર્ટ જોવા મળ્યું છે. જૂનાગઢ, અમરેલી સહિતના વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ છે. અરવલ્લી અને મહીસાગર સહિતના વિસ્તારોમાં યલો એલર્ટ છે.

દક્ષિણ ગુજરાતમાં સરક્યુલર સાઇક્લોનિક સિસ્ટમ સક્રિય છે. અમદાવાદમાં પણ આજે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવાની સૂચના છે. 25 જૂને ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત 26, 27 અને 28 જૂને ભારે વરસાદની આગાહી છે.

હવામાન નિષ્ણાત રામાશ્રય યાદવના જણાવ્યા મુજબ 25 જૂનથી ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના પગલે સાબરકાંઠા, છોટા ઉદેપુર, નર્મદા, દાંડ, વલસાડ, તાપી,દમણ, દાદરી નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં રેડ એલર્ટ છે.

જ્યારે 26 જૂનના રોજ ભારે વરસાદની આગાહીના પગલે વડોદરા, છોટાઉદેપુર, અમરેલી ભાવનગર, ગીર સોમનાથમાં યલો એલર્ટ છે. જ્યારે 27મી જૂનના રોજ નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરાનગર હવેલીના રોજ ભારે વરસાદની આગાહી છે. 28 જૂનના રોજ ભરૂચ, ડાંગ, નવસારી, તાપી, દમણ, દાદરા નગર હવેલીના રોજ ભારે વરસાદની આગાહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગુજરાતમાં મેઘરાજા મન મૂકી વરસ્યા, ખેડૂતોમાં ખુશીની લહેર

આ પણ વાંચો: અમદાવાદમાં આવ્યો વાતાવરણમાં પલટો, રાજ્યમાં વરસાદની લહેર

આ પણ વાંચો: રાજકોટ, દેવભૂમિ દ્વારકા, ખંભાળિયામાં ભારે વરસાદ