ધમાકેદાર વરસાદની એન્ટ્રી/ મધ્ય ગુજરાતના મેઘમહેર, વડોદરા-છોટાઉદેપુર-પંચમહાલમાં ભારે વરસાદ

વડોદરા જિલ્લાના ડભોઇ, શિનોર અને કરજણ તાલુકાના નદીકાંઠાના લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. વડોદરા જિલ્લાના ડભોઇ નગર અને તાલુકાના સમગ્ર વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો હતો.

Top Stories Gujarat Vadodara
વરસાદ

Vadodara News: રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થયો છે. આ સાથે જ ઠેર ઠેર પાણી ભરાવાને કારણે નદીના જળસ્તરમાં વધારો જોવા મળી રહ્યો છે. દરમિયાન છોટાઉદેપુર, મહિસાગર, વડોદરા અને દાહોદમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકથી અહીં ભારે વરસાદ પડી રહ્યો છે.

વડોદરાના ડભોઇ પંથકમાં મેઘમહેર અવિરતપણે જોવા મળી રહી છે. જોરદાર વરસાદનું ઝાપટું પડતા ઠંડક પ્રસરી ગઈ હતી. ડભોઇ તાલુકાના ચલવાડા, ધરમપુરી, કુકડ, ભીલાપુર, થુવાવી, સીમળીયા, અમરેશ્વર સહીતના ગ્રામ્યવિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો હતો. વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઈ ગયો હતો. યાત્રાધામ ચાંદોદ ખાતે નર્મદા નદી બે કાંઠે વહેવા માંડી હતી. પહેલા વરસાદ ખેંચાતા નર્મદા નદી સુકિભટ્ટ બની ગઈ ડેમનું પાણી નર્મદા નદીમાં પાણી આવતા નાવડીઓ ચાલતી થઈ હતી. ચાંદોદના મહાલરાવ ઘાટના 63 પગથિયાં રહ્યા બાકી છે. જેથી ચાણોદને પણ એલર્ટ કરવામાં આવ્યું છે.

મહુડી બઘોલ, લાલબજાર, વકીલ બંગલા વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. આ ઉપરાંત ચણવાડા, સીતાપુર, ચાંદોદ, કરનાળી સહિતના ગામોમાં સવારથી વરસાદ પડી રહ્યો છે. કેટલીક જગ્યાએ ધીમીધારે વરસાદ પડી રહ્યો છે તો કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

દાહોદના તમામ તાલુકાઓમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. જેમાં લીમડીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સવારથી જ વરસાદના કારણે ઠંડી પ્રસરી છે. દાહોદમાં લાંબા સમય બાદ સારા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. સંજેલી અને લીમખેડામાં પણ વરસાદી માહોલ શરૂ થયો છે. આ ઉપરાંત દાહોદના સ્ટેશન રોડ પર ઘૂંટણ સુધીના પાણીના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.

ઓગસ્ટ મહિનો કોરો રહેતા સોયાબીનની ખેતીમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો હતો. ચોમાસાની સિઝનમાં સોયાબીનની ઉત્પાદન ક્ષમતા વધારે હોય છે. જો કે, આ વર્ષે ઓગસ્ટ મહિનો કોરો કટ રહેતા ખેડૂતોને સોયાબીનની ખેતીમાં નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.

આ પણ વાંચો:24 કલાકમાં 159 તાલુકામાં વરસાદ, જાણો ક્યાં કેવો માહોલ

આ પણ વાંચો:રાજ્યમાં છેલ્લા 3 વર્ષમાં કુલ 19,326 વાહનોની થઇ ચોરી, જાણો પરત કેટલા મળ્યા

આ પણ વાંચો:નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો, ડેમના 10 ગેટ ખોલાયા

આ પણ વાંચો:ગુજરાતના વધુ 2 IAS અધિકારીને દિલ્લીનું તેડુ, વિજય નેહરા-મનીષ ભારદ્વાજને અપાયું ડેપ્યુટેશન