Surat News/ સુરતમાં અનરાધાર વર્ષા, વરસાદે બતાવ્યું પોતાનું જોર

હવામાન વિભાગે દ.ગુજરાતમાં રેડ એલર્ટ આપ્યું છે. તમામ તાલુકાઓમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. બારડોલી, પલસાણા તાલુકામાં…….

Top Stories Gujarat Surat Breaking News

Surat News: સુરતમાં ગઈકાલ બપોર પછીથી મોડી રાત્રિ સુધી વરસાદે પોતાનું જોર બતાવ્યું હતું. રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. ઠેર ઠેર ગરનાળાઓમાં પાણી ભરાતા વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યા છે. આર્યુર્વેદિક ગરનાળું બંધ કરવામાં આવ્યું છે. જ્યારે ડભોલીમાં કાલના પાણી હજુ ઓસર્યા નથી. હજી સોસાયટીઓ બહાર કેડસમાં પાણી ભરાયેલા હોવાથી લોકો મુશ્કેલીમાં મૂકાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદથી 6 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. લિંબાયત મીઠી ખાડી નજીક પાણી ભરાતા લોકોએ દુકાનો બંધ રાખી છે. માલ-સમાનને નુકસાન થયું છે.

સુરત જિલ્લામાં સાંબેલાધાર વરસાદથી પલસાણા નજીક નેશનલ હાઇવે નં. 48 નદીમાં ફેરવાયો હોય તેવા દ્દશ્યો જોવા મળ્યાં છે. બત્રીસગંગા ખાડીના પાણી નેશનલ હાઇવે નં 48 ઉપર પાણી ફરી વળ્યા છે. અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે ઉપર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી પડી છે.

સુરતના ઉપરવાસમા વરસાદ પડતા સુરતની ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે. રાજહંસ ફેબ્રિજો ,સંસ્કૃતિ માર્કેટ સહિતની મોટી માર્કેટ બંધ છે. ટેક્સટાઇલમાં કામ કરતા યુવાનોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે કારણ કે વહેલી સવારથી કામ પર નીકળી માર્કેટ આવ્યા ત્યાં માર્કેટ બંધ હોવાથી હેરાન થયા હતા. સુરતમાં પાણી ભરાતા 108 એમ્બયુલન્સ ફસાઇ ગઈ હતી. પર્વત ગામ ડીંડોલીમાં એમ્બયુલન્સ ફસાઇ જતા પરત ફરવાની નોબત આવી છે. મેડિકલ ઇમરજન્સીને પહોંચી વળવા બોટની માગ કરવામાં આવી છે.

સુરત શહેરમાં માત્ર 2 કલાકમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે. સુરતના પલસાણામાં સાંજે 6થી 8માં 4-5 ઇંચ વરસાદ નોંધાયો હતો. કામરેજમાં સવા ચાર ઇંચ વરસાદ, તાપીના નિઝરમાં 4 ઇંચ વરસાદ ખાબકયો. સુરતના બારડોલીમાં પોણા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં સાંજે 8થી 8ની વચ્ચે 62 તાલુકામાં વરસાદ પડ્યો હતો. લીંબાયત, મીઠી ખાડી વિસ્તારમાં પાણી ભરાયા છે. ઉપરવાસમાં વરસાદ પડતાં ખાડીનું લેવલ વધ્યું છે.

હવામાન વિભાગે દ.ગુજરાતમાં રેડ એલર્ટ આપ્યું છે. તમામ તાલુકાઓમાં વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. બારડોલી, પલસાણા તાલુકામાં વરસાદની રમઝટ જોવા મળી છે. ઉમરપાડામાં 2 કલાકમાં 2 ઇંચ વરસાદ નોંધાયો, વાવણી લાયક વરસાદ થતા રોપણીઓ શરૂ થઈ ગઈ છે. સુરતમાં મેઘરાજાની બેટિંગ યથાવત જોવા મળી છે. સુરત સીટીમાં 6 ઇંચ વરસાદ નોંધાયો છે. ઉધના-નવસારી માર્ગ પર વરસાદી પાણી ફર્યા છે. મુખ્ય માર્ગ પર પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ છે. કાગળ પર પાલિકાની પ્રિ-મોન્સૂનની કામગીરી કરાઈ છે. સામાન્ય જનતા પાલિકાની કામગીરીનો ભોગ બની છે. રોડ પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી થઈ રહી છે. ડુંભાલ, ઓમ નગરમાં વરસાદ વરસ્યો છે. ઓમનગરના ઘરોમાં પાણી પાણી જોવા મળ્યા છે. પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી રહી છે. ટેક્સટાઇલ માર્કેટના ગોડાઉન તરફના મુખ્ય માર્ગ પર ઘૂંટણ સમા પાણી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Gujarat Rain Live: ગુજરાતમાં આજે મેઘો વરસશે….

આ પણ વાંચો: અમદાવાદમાં વહેલી સવારથી વરસાદ, શહેરીજનોમાં ખુશીનો માહોલ

આ પણ વાંચો: પોરબંદરમાં વાડી વિસ્તારમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરાયા

આ પણ વાંચો: દ્વારકામાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું