Not Set/ ભારે પવન સાથે વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યાં, ડાગરનાં પાકને ભારે નુકસાન

ગુજરાતમાં લાબા સમય બાદ સારો કહી શકાય તેવો વરસાદ આ વર્ષે નોંધાયો છે. વ્યાપક વરસાદને કારણે ખેડૂતોમાં હર્ષ ઉલ્લાસ જોવામાં આવી રહ્યો હતો અને ખેડૂતોની કાળી મહેનત આ વર્ષે રંગ લાવે તેવુ જોવામાં આવી રહ્યું હતુ. ગુજરાતમાં અને ખાસ કરીને મધ્ય ગુજરાતમાં લાખો હેકટરમાં ડાંગર રોપવામાં આવી હતી અને મહામહેનત પછી ડાંગરનો પાક ખેતરોમાં લહેરાઇ […]

Ahmedabad Gujarat Others
pjimage 2 ભારે પવન સાથે વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યાં, ડાગરનાં પાકને ભારે નુકસાન

ગુજરાતમાં લાબા સમય બાદ સારો કહી શકાય તેવો વરસાદ આ વર્ષે નોંધાયો છે. વ્યાપક વરસાદને કારણે ખેડૂતોમાં હર્ષ ઉલ્લાસ જોવામાં આવી રહ્યો હતો અને ખેડૂતોની કાળી મહેનત આ વર્ષે રંગ લાવે તેવુ જોવામાં આવી રહ્યું હતુ. ગુજરાતમાં અને ખાસ કરીને મધ્ય ગુજરાતમાં લાખો હેકટરમાં ડાંગર રોપવામાં આવી હતી અને મહામહેનત પછી ડાંગરનો પાક ખેતરોમાં લહેરાઇ રહ્યો હતો. એક સાથે હજારો વિધામાં લહેરાતો ડાંગરનો પાક જાણે કે લીલા સમુદ્વ માફક પ્રતિત થઇ રહ્યો હતો. પરંતુ કહેવાય છે ને કે, જે પોષતું તે મારતું આ ક્રમ દિશે કુદરત”.

બરોબર આ કહાવતની જેમ પાછલા દિવસોમાં ભારે પવન સાથે વરસેલા વ્યાપક પ્રમાણમાં વરસાદે તમામ પાક પર પાણી ફેરવી દીધું હોય તેમ ભારે પવન સાથેનાં વરસાદી પ્રકોપથી ડાંગરનો પાક આડો પડી જતા, પાકને વ્યાપક નુકસાન જોવામાં આવી રહ્યું છે. અને ખેડૂતોને રાતે પાણીએ રોવાનો વારો આવી ગયો છે.

જુઓ આ વાઇરલ વીડિયોમાં કેવી સર્જાઇ છે ડાંગરનાં પાકની સ્થિતિ…..

વાત કરવામાં આવે સાણંદ અને બાવળા તાલુકાની તો લગભગ 3000 હેકટરનું ડાગર નુ વાવેતર છે. અને ભારે પવન સાથે વરસાદ થવાથી ડાંગર આડી પડી જવાથી ખેડુતોને મોટુ નુકશાન થયુ છે.

જો કે, રાજકીય આગેવાનો અને ખેડૂત સંગઠનો દ્વારા સરકારને યોગ્ય રીતે સર્વે કરાવી વળતર આપવા વિનંતી કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા પણ ખેડૂતોને ન્યાયીક પગલે મદદ કરવામાં આવશે તેવી ખતરી આપવામાં આવી છે.

 

  • રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

Navratri Web Banner 728 x 90 ભારે પવન સાથે વરસાદે ખેડૂતોને રાતા પાણીએ રોવડાવ્યાં, ડાગરનાં પાકને ભારે નુકસાન