Not Set/ તમિલનાડુ અને પુડ્ડુચેરીમાં 24 કલાકમાં પડ્યો ભારે વરસાદ, સ્કૂલો બંધ

વાતાવરણમાં એકવાર ફરી પલટો આવ્યો હોય તેવુ સ્પષ્ટ દેખાઇ રહ્યુ છે, સ્કાયમેટે આગામી 24 કલાક દરમિયાન તમિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ કેટલાક સ્થળોએ મુશળધાર વરસાદ પડી શકે છે, તમિલનાડુ અને પુડ્ડુચેરીનાં કેટલાક ભાગોમાં ઉત્તર-પૂર્વી મોનસૂનનાં કારણે છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ થયો છે, જેનાથી બંને રાજ્યોનાં જનજીવનને અસર થઈ […]

Top Stories India
images 51 તમિલનાડુ અને પુડ્ડુચેરીમાં 24 કલાકમાં પડ્યો ભારે વરસાદ, સ્કૂલો બંધ

વાતાવરણમાં એકવાર ફરી પલટો આવ્યો હોય તેવુ સ્પષ્ટ દેખાઇ રહ્યુ છે, સ્કાયમેટે આગામી 24 કલાક દરમિયાન તમિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે. તેમજ કેટલાક સ્થળોએ મુશળધાર વરસાદ પડી શકે છે, તમિલનાડુ અને પુડ્ડુચેરીનાં કેટલાક ભાગોમાં ઉત્તર-પૂર્વી મોનસૂનનાં કારણે છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ થયો છે, જેનાથી બંને રાજ્યોનાં જનજીવનને અસર થઈ છે.

સોમવારે ભારે વરસાદની સંભાવનાને ધ્યાનમાં રાખીને, પુડુચેરી અને તમિલનાડુનાં કેટલાંક જિલ્લાઓની શાળાઓને રજા આપવામાં આવી છે, હવામાન વિભાગે આગામી બે દિવસ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આપને જણાવી દઇએ કે, ચેન્નઈ શહેરનાં કેટલાક ભાગોમાં વરસાદ વધુ પડવાથી શેરીઓમાં પાણી ભરાયા હતા. ગઈ રાતે રામેશ્વરમનાં મંડપમનાં કાંઠા વિસ્તારમાં છ ફિશિંગ બોટને નુકસાન થયું હતું.

સોમવારે આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને ચેન્નઇ અને અન્ના યુનિવર્સિટીની પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી છે. તમિળનાડુ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્રધાન આરબી ઉદય કુમારે જણાવ્યું હતું કે ભારે વરસાદ બાદ કડલૂર જિલ્લાનાં નીચાણવાળા વિસ્તારોમાંથી આશરે 800 લોકોને સ્થળાંતર કરાયા છે. બચાવ ટીમો ચેન્નઈ, કન્યાકુમારી, નીલગિરિ, તિરૂવલ્લૂર, કાંચીપુરમ અને ડિંડીગુલ જિલ્લામાં બચાવ કામગીરીમાં લાગી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.