વરસાદ/ વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, જિલ્લા કલક્ટરે પરિસ્થિતિ અંગે આપી જાણકારી

હવામાન ખાતાએ આપેલી આગાહીનાં ભાગ રૂપે વલસાડ જિલ્લા કલેકટરએ ભારે થી અતિ ભારે વરસાદને લઈ બેઠક યોજી છે.

Gujarat Others
11 275 વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, જિલ્લા કલક્ટરે પરિસ્થિતિ અંગે આપી જાણકારી

હવામાન ખાતાએ આપેલી આગાહીનાં ભાગ રૂપે વલસાડ જિલ્લા કલેકટરએ ભારે થી અતિ ભારે વરસાદને લઈ બેઠક યોજી છે. જે બાદ તેેમણે પત્રકાર પરિષદ બોલાવી હતી અને જિલ્લાની પરિસ્થિતિ અંગે જાણકારો આપી હતી.

આ પણ વાંચો – Crime / ગુજરાતમાં ડ્રગ્સની હેરાફેરી વધતા શરૂ કરાયો ટોલ ફ્રી નંબર, 1908 પર ફોન કરી આપી શકાશે ડ્રગ્સની માહિતી

વલસાડ જિલ્લામાં ગત મોડી રાત્રીથી પડી રહેલા ભારે વરસાદને પગલે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. તો ઉપરવાસનાં વરસાદનાં કારણે 41 જેટલા જિલ્લાનાં રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે, તો ઓવરટોપિંગનાં રસ્તાઓ પર પાણી ફરી વળતા લોકોને લો લેવલનાં કોઝવે પરથી પસાર ન થવા વિન્નતી કરવામાં આવી છે. તો બીજી તરફ મધુબન ડેમનાં કેચમેન્ટ વિસ્તાર અને કપરાડાનાં અંતરિયાળ વિસ્તારમાં પડી રહેલા વરસાદને લઈને ડેમમાં પાણીની આવક થઈ છે. જેને લઈને દમણગંગા નદીમાં સતત મોડી રાતથી દર કલાકે 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખી વલસાડ વહીવટી તંત્ર દ્વારા લોકોને સ્થળાંતર કરવા સુધીની તૈયારી દર્શાવી છે. એક એન્ડી આર એફની ટીમ પણ તૈનાત કરાઈ છે, સાથે સાથે જિલ્લાનાં તમામ અધિકારીઓને હેડક્વાર્ટર નહી છોડવા આદેશ અપાયા છે.

આ પણ વાંચો – IPL 2021 / ચાલુ મેચમાંં અશ્વિન-મોર્ગન વચ્ચે બબાલ, ફીરકી બોલરે બાદમાં આ રીતે લીધો બદલો, Video

મધુબન ડેમ સહિત જિલ્લાની નદી ઓ પર નજર રાખવામાં આવી રહી છે. ડિઝાસ્ટરનાં કન્ટ્રોલ રૂમથી બીજી તરફ જિલ્લાનાં તમામ પાલિકાની તેમાં GIDC ની ફાયર ટીમને પણ તૈનાત રાખવામાં આવેલી છે. સાથે માછીમારોને પણ દરીયો નહીં ખેડવા માટે સાવચેત કરવામાં આવ્યા છે. વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ હોવાની સાથે એલર્ટ પણ છે. જિલ્લા કલેકટરએ જિલ્લાનાં લોકોને ભારે વરસાદને લઈને નદી કિનારે નહી જવા તેમજ લો લેવલમાં કોઝવે ક્રોસ નહી કરવા પણ સૂચનાઓ આપી છે.