Not Set/ જિલ્લામાં ભારે પવન, વાદળછાયા વાતાવરણમાં ધોધમાર વરસાદ, જુઓ દ્રશ્યો

@મહેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ – અરવલ્લી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી તાઉતે વાવાઝોડાનાં એલર્ટ સાથે વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લાનાં મોડાસા, બાયડ, મેઘરજ ધનસુરા પંથકનાં કેટલાક વિસ્તારોમાં ધીમીધારે તો કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. હારશે કોરોના: 96 ટકા સંક્રમિત ફેંફસા છતા ગોધરાનાં 52 વર્ષીય મહિલાએ 18 દિવસની સઘન સારવાર બાદ કોરોનાને હરાવ્યો તાઉતે વાવાઝોડા એ રાજ્ય […]

Gujarat Others
તાઉતે વાવાઝોડું 22 જિલ્લામાં ભારે પવન, વાદળછાયા વાતાવરણમાં ધોધમાર વરસાદ, જુઓ દ્રશ્યો

@મહેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ – અરવલ્લી

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી તાઉતે વાવાઝોડાનાં એલર્ટ સાથે વાદળછાયા વાતાવરણ વચ્ચે જિલ્લાનાં મોડાસા, બાયડ, મેઘરજ ધનસુરા પંથકનાં કેટલાક વિસ્તારોમાં ધીમીધારે તો કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે.

તાઉતે વાવાઝોડું 23 જિલ્લામાં ભારે પવન, વાદળછાયા વાતાવરણમાં ધોધમાર વરસાદ, જુઓ દ્રશ્યો

હારશે કોરોના: 96 ટકા સંક્રમિત ફેંફસા છતા ગોધરાનાં 52 વર્ષીય મહિલાએ 18 દિવસની સઘન સારવાર બાદ કોરોનાને હરાવ્યો

તાઉતે વાવાઝોડા એ રાજ્ય ભરમાં તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યું છે, ત્યારે જિલ્લાનાં મોડાસા, બાયડ, મેઘરજ, ધનસુરા, માલપુર પંથકમાં ભારે પવનનાં સુસવાટા સાથે વાવાઝોડાની અસર જોવા મળી હતી. વાદળછાયા વાતાવરણ વચ્ચે વીજળીનાં ચમકારા અને ધડાકાભેર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. બીજી તરફ ખેતેરોમાં બાજરી સહિતનાં પાકો ઉભા હોવાથી ખેડૂતો પણ ચિંતિત બન્યા છે. સાથે જ કેરી, પપૈયાનાં વાવેતર કરેલા હોવાના કારણે ખેડૂતોમાં વાવાઝોડા અને વરસાદનાં કારણે મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. વાવાઝોડાની અસર નાં કારણે ભરઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો. બીજી તરફ વાવાઝોડા અને વરસાદનાં કારણે મોટી જાનહાની ન થાય તે માટે કાચા મકાનો અને છાપરા બનાવીને રહેતા પરિવારોને તંત્ર દ્વારા સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સાથે જ વહીવટી તંત્ર દ્વારા જુદા જુદા વિભાગો ને સ્ટેન્ડ ટુ રાખવા માં આવ્યા છે અને જુદા જુદા વિભાગોનાં કંટ્રોલ રૂમ નંબર પણ જાહેરહિત માટે શરૂ કરવામાં આવ્યા છે.

તાઉતે વાવાઝોડું 24 જિલ્લામાં ભારે પવન, વાદળછાયા વાતાવરણમાં ધોધમાર વરસાદ, જુઓ દ્રશ્યો

‘તૌકતે’ વાવાઝોડું: પલસાણાના ચલથાણમાં ભારે પવન સાથે પડેલ વરસાદને લઈ તોતિંગ વૃક્ષ ધરાશય
વાવાઝોડા ની અસર વાહન વ્યવહાર પર જોવા મળી

વાવાઝોડા ની અસર ના કારણે તેજ ગતિથી પવન ફૂંકવાની સાથોસાથ ધોધમાર વરસાદ વરસતા જિલ્લામાં થી પસાર થતા રાજ્ય ધોરી માર્ગ પર રાતદિવસ અવર જવર કરતા આંતર રાજ્ય વાહનો બંધ થતાં વાવાઝોડા ની અસર વાહનવ્યવહાર પર પણ જોવા મળી હતી.

kalmukho str 14 જિલ્લામાં ભારે પવન, વાદળછાયા વાતાવરણમાં ધોધમાર વરસાદ, જુઓ દ્રશ્યો