ગુજરાત/ કોરોનાકાળમાં શારીરીક માનસિક મજબૂતી વધારવા સુરેન્દ્રનગર મનોવિજ્ઞાન મંડળ દ્વારા હેલ્પલાઈન સેવા શરૂ

દેશમાં અને રાજ્યમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે કોરોના સંક્રમિત થયેલ દર્દીઓને શારીરિક અને માનસિક અસર થતી હોય છે. અને તેની અસર આવા દર્દીઓ માટે જીવલેણ સાબિત થઇ શકે છે.

Gujarat Others
1 74 કોરોનાકાળમાં શારીરીક માનસિક મજબૂતી વધારવા સુરેન્દ્રનગર મનોવિજ્ઞાન મંડળ દ્વારા હેલ્પલાઈન સેવા શરૂ

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

દેશમાં અને રાજ્યમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે કોરોના સંક્રમિત થયેલ દર્દીઓને શારીરિક અને માનસિક અસર થતી હોય છે. અને તેની અસર આવા દર્દીઓ માટે જીવલેણ સાબિત થઇ શકે છે. ત્યારે સુરેન્દ્રનગરમાં મનોવૈજ્ઞાનિક મંડળ દ્વારા કોરોનાગ્રસ્ત તેમજ કોરોના થયેલ ત્યારબાદ ઠીક થયેલા દર્દીઓને માનસિક તેમજ શારીરિક રીતે સ્વસ્થ રહે તે માટે તેમને મદદરૂપ થવા માટે આ મંડળ દ્વારા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.

1 75 કોરોનાકાળમાં શારીરીક માનસિક મજબૂતી વધારવા સુરેન્દ્રનગર મનોવિજ્ઞાન મંડળ દ્વારા હેલ્પલાઈન સેવા શરૂ

ગુજરાત: ચોટીલાનાં ઠાંગા પંથકમાં ફરી વધી દિપડાની દહેશત

આ મંડળમાં મનોવૈજ્ઞાનિક તેમજ ડોક્ટરની બાવીસ(22) લોકોની ટીમ દ્વારા લોકોને માર્ગદર્શન આપવામાં આવે છે. જેમાં દરરોજ અલગ અલગ ડોકટર દ્વારા બે કલાકનો ટાઈમ આપવામાં આવે છે. ખાસ કરીને કોરોના થયેલા દર્દીઓને whats up વીડિયો કૉલ દ્વારા તેના પ્રશ્ન વિશે તેને માર્ગદર્શન તેમજ કોઈ વ્યક્તિને કોરોના થયા બાદ નેગેટિવ આવી ગયો હોય તેને કોઈ તકલીફ હોય તેને ઘરે રૂબરૂ બોલાવીને માર્ગદર્શન આપવામાં આવે છે. ખાસ કરીને કોરોના થયેલા દર્દીઓને મોત થવાની બીક હોય છે. બીજા કોઈ રોગ થવાની સંભાવના હોય તેમજ તેમના પરિવારને કોરોના થશે અથવા કોઈને ગભરામણ થતી હોય આઈસોલેશનનાં કારણે બીજી કોઈ તકલીફ હોય, બીજા કોઈ રોગ થવાની શક્યતા કેટલી, ઊંઘ ન આવવી, આવા પ્રશ્નો થતા હોય છે.

ગુજરાત: ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ ખાતે સરકાર દ્વારા 10 ઓક્સિજન કોનસન્ટ્રેટર મશીન ફાળવવામાં આવ્યા

ત્યારે આ સમયે શું કરવું તેમજ સરકારી ગાઈડલાઈનનો ઉપયોગ કરવો અને યોગ નિયમિત કરવા જેવું માર્ગદર્શન આ મંડળ દ્વારા આપવામાં આવે છે. સાથે નકારાત્મક વિચારો દૂર કરવા અને પૂરા દિવસ દરમિયાન મનગમતી પ્રવૃત્તિ કરવી અને નિયમિત ખોરાક લેવાની સલાહ આપવામાં આવે છે.

kalmukho str કોરોનાકાળમાં શારીરીક માનસિક મજબૂતી વધારવા સુરેન્દ્રનગર મનોવિજ્ઞાન મંડળ દ્વારા હેલ્પલાઈન સેવા શરૂ