ડ્રગ્સ/ દિલ્હીમાં 2500 કરોડ રૂપિયાની હેરોઇન જપ્ત, સ્પેશિયલ સેલે 4 તસ્કરોને પકડ્યા

બે દિવસ  પહેલા મુંબઇ બંદરથી 2 હજાર કરોડની હેરોઇન જપ્ત કરવામાં આવી હતી ,આ ડ્રગ્સ દરિયાઇ સીમાથી મુંબઇ મોકલાવવામાં આવ્યું હતું

Top Stories
delhi police દિલ્હીમાં 2500 કરોડ રૂપિયાની હેરોઇન જપ્ત, સ્પેશિયલ સેલે 4 તસ્કરોને પકડ્યા

શનિવારે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે ડ્રગની દાણચોરીના વિશાળ આંતરરાજ્ય સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો હતો અને તે ડ્રગ્સની વિશાળ માલ પકડવામાં સફળ રહ્યો છે. પોલીસે ડ્રગ્સ સાથે 4 લોકોની ધરપકડ પણ કરી છે.મળતી માહિતી મુજબ, સ્પેશિયલ સેલે શનિવારે 4 લોકોને ધરપકડ કરી છે જેમાં 350 કિલોથી વધુની હેરોઇન છે. જપ્ત કરેલી હેરોઇનની કિંમત આશરે 2500 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. ત્રણ આરોપીઓને હરિયાણાથી અને એક આરોપીને દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. પોલીસે ચારેય આરોપીઓની પૂછપરછ કરી છે અને તેમની ટોળકી સાથે સંકળાયેલા વધુ લોકોને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે.

 છેલ્લા ઘણા દિવસોથી  દેશમાં ડ્રગ્સ વિદેશ મોકલવામાં આવી રહ્યું છે. ગત બે દિવસ  પહેલા મુંબઇ બંદરથી 2 હજાર કરોડની હેરોઇન જપ્ત કરવામાં આવી હતી ,આ ડ્રગ્સ દરિયાઇ સીમાથી મુંબઇ મોકલાવવામાં આવ્યું હતું,ઇરાનથી આ કન્સાઇન્ટમેન્ટ મોકલાવવામાં આવ્યું હતું ,અને આ કન્સાઇમેન્ટ મુંબઇથી પંજાબ મોકલાવવામાં આવવવાનું હતું અને પકડાઇ ગયુ હતું,દેશમાં ડ્રગ્સથી યુવાધન બરબાદ થઇ રહ્યો છે અને ખાસ કરીને પંજાબની હાલત ખુબ ખરાબ છે ત્યાના યુવાનો ડ્રગ્સના રવાડે ચઢી ગયા છે .તેયાં ડ્રગેસની જટિલ સમાસ્યા છે, યુવાધન બરબાદ થઇ રહ્યો છે.