Not Set/ હિંમતનગર: ખેતરના ખુલ્લા બોરવેલમાં ફસાયેલા દોઢ વર્ષના બાળકનું રેસ્ક્યુ દરમિયાન મોત

હિંમતનગર, હિંમતનગરના ઈલોલ ગામે ખેતરના ખુલ્લા બોરવેલમાં દોઢવર્ષનો માસૂમ બાળક પડી જવાની ઘટના બની હતી. ઘટના બનતા મોટી સંખ્યામાં લોકો બાળક બચાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. તો બીજી બાજુ ઘટનાની જાણ થતા સાબરકાંઠાની અને અમદવાદની ફાયર વિભાગે બાળકને બચાવવાની કામગીરી હાથ ધરી હતી. બાળક તેના પરિવાસ સાથે ખેતરમાં જ ઓરડી બનાવી રહેતા હતો. તેના પિતા […]

Top Stories Gujarat Others
mantavya 43 હિંમતનગર: ખેતરના ખુલ્લા બોરવેલમાં ફસાયેલા દોઢ વર્ષના બાળકનું રેસ્ક્યુ દરમિયાન મોત

હિંમતનગર,

હિંમતનગરના ઈલોલ ગામે ખેતરના ખુલ્લા બોરવેલમાં દોઢવર્ષનો માસૂમ બાળક પડી જવાની ઘટના બની હતી. ઘટના બનતા મોટી સંખ્યામાં લોકો બાળક બચાવવાની કામગીરી હાથ ધરાઈ હતી.

mantavya 41 હિંમતનગર: ખેતરના ખુલ્લા બોરવેલમાં ફસાયેલા દોઢ વર્ષના બાળકનું રેસ્ક્યુ દરમિયાન મોત

તો બીજી બાજુ ઘટનાની જાણ થતા સાબરકાંઠાની અને અમદવાદની ફાયર વિભાગે બાળકને બચાવવાની કામગીરી હાથ ધરી હતી. બાળક તેના પરિવાસ સાથે ખેતરમાં જ ઓરડી બનાવી રહેતા હતો. તેના પિતા ખેતરમાં મજૂરી કામ કરે છે.

mantavya 42 હિંમતનગર: ખેતરના ખુલ્લા બોરવેલમાં ફસાયેલા દોઢ વર્ષના બાળકનું રેસ્ક્યુ દરમિયાન મોત

તેવામાં સાંજના સમયે બાળક રમતા રમતા ખેતરના 200 ફૂટ ઉંડા બોરવેલમાં પડી ગયો હતો. બાળક 200 ફૂટ ઉંડા ફૂટ બોરવેલમાં આશરે અંદાજીત 60 ફૂટે ફસાયો હતો..

ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી બાળકને બચાવા બોરવેલમાં કેમેરો નાખી બાળકની પરિસ્થિતિ કેવી છે તેની માહિતી મેળવી હતી અને ત્યાર બાદ તેને બચાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

hmt balak હિંમતનગર: ખેતરના ખુલ્લા બોરવેલમાં ફસાયેલા દોઢ વર્ષના બાળકનું રેસ્ક્યુ દરમિયાન મોત

200 ફુટ ઉંડા બોરવેલમાં પડેલા બાળકને બચાવવા માટે ફાયર બ્રિગેડની ટીમના સતત પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા અને ઓક્સિજન પણ પહોંચાડવામા આવી રહ્યો હતો છતાં બાળક મોત સામે હારી ગયું હતો.

જો કે બાળકને 70 ફૂટ ઊંડે ગરકાવ થઇ જતા બચાવ કાર્યમાં પણ તકલીફો પડી હતી પણ પ્રયત્નો નિષ્ફળ જતા બાળકનું બોરવેલમાં મોત થયુ હતુ, હવે પરિવારની સહમતીથી બાળકને બોરવેલમાં જ દફનાવવાનો નિર્ણય લેવાયો છે.