Not Set/ બાંગ્લાદેશમાં ફરી હિંદુઓ નિશાના પર, ઢાકાના ઈસ્કોન રાધાકાંતા મંદિર પર હુમલો, ઘણા ઘાયલ

બાંગ્લાદેશ સરકારના તમામ દાવાઓ છતાં, ત્યાંની લઘુમતીઓ હિંદુ કટ્ટરપંથીઓના નિશાને છે. ફરી એકવાર કટ્ટરવાદીઓએ હિન્દુ મંદિરને નિશાન બનાવ્યું છે.

Top Stories India
ઘૂસણખોરી

બાંગ્લાદેશ સરકારના તમામ દાવાઓ છતાં, ત્યાંની લઘુમતીઓ હિંદુ કટ્ટરપંથીઓના નિશાને છે. ફરી એકવાર કટ્ટરવાદીઓએ હિન્દુ મંદિરને નિશાન બનાવ્યું છે. રિપોર્ટ અનુસાર, આ વખતે ગુરૂવારે સાંજે બાંગ્લાદેશની રાજધાની ઢાકા સ્થિત ઇસ્કોન રાધાકાંતા મંદિરમાં ટોળાએ ઘૂસણખોરી કરી હતી.

આ પણ વાંચો:સૈનિકોએ રમી હોળી, રંગની છોળો ઉડાડી મજા કરી અને ભારત માતાના નારા લગાવ્યા

ગુરુવાર સાંજની ઘટના

રિપોર્ટ અનુસાર, આ મંદિર ઢાકાના વારીમાં 222 લાલ મોહન સાહા સ્ટ્રીટમાં બનેલું છે. ગુરુવારે સાંજે લગભગ 7 વાગે હાજી સૈફુલ્લાની આગેવાનીમાં 200 થી વધુ લોકો બળજબરીથી મંદિરમાં ઘૂસી ગયા હતા અને તોડફોડ કરવાનું શરૂ કર્યું હતું. એટલું જ નહીં ટોળાએ મંદિરમાં પણ લૂંટ ચલાવી હતી. આ દરમિયાન મંદિરમાં હાજર કેટલાક લોકોએ મારપીટ પણ કરી હતી, જેના કારણે તેઓ ઘાયલ થયા હતા.

સતત હુમલા

આપને જણાવી દઈએ કે બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક વર્ષોમાં હિન્દુઓ અને તેમના મંદિરો પર હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. ગયા વર્ષે પણ નવરાત્રિ દરમિયાન કેટલાક દુર્ગા પૂજા પંડાલો પર હુમલો થયો હતો. આ દરમિયાન અનેક મંદિરો પર હુમલા પણ થયા હતા. આ હિંસામાં 2 હિંદુઓ સહિત 7 લોકોના મોત થયા હતા. ત્યારે પણ ઢાકાના ઈસ્કોન મંદિર પર હુમલો થયો હતો.

9 ટકા હિંદુ વસ્તી

બાંગ્લાદેશની કુલ વસ્તી 165 મિલિયન છે. જેમાં હિન્દુ લોકોની સંખ્યા લગભગ 9 ટકા છે. છેલ્લા 3-4 વર્ષમાં હિંદુઓ પર હુમલાના કિસ્સા વધી ગયા છે. કેટલાક કટ્ટરપંથીઓ સતત આવા હુમલા કરી રહ્યા છે.

આ પણ વાંચો: આવતીકાલે પંજાબમાં મંત્રીઓનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે, શપથ બાદ તરત જ પ્રથમ કેબિનેટ બેઠક

આ પણ વાંચો:યોગી 2.0 માં કેશવ પ્રસાદ મૌર્ય ફરીથી નાયબ મુખ્યમંત્રી બનશે!જાણો વિગત