દારૂ પાર્ટી/ માનપુરા ગામેથી દારૂની મહેફિલ માણતા યુવકો સાથે ધનાઢ્ય પરિવાની 10 જેટલી યુવતીઓ પણ ઝડપાઇ

યુવકોની જેમ હવે મહિલાઓ અને યુવતીઓ પણ દારૂનું સેવન કરી રહી છે. આવી જ એક મહિલાએ પોતના જન્મદિવસની પાર્ટીમાં દારૂની મહેફિલનું આયોજન કર્યું હતું. અને ઉચ્ચ પરિવારની યુવતીઓ યુવકો સાથે મળી દારૂ પીતા ઝડપાઇ છે.

Top Stories Gujarat Others
દારૂની મહેફિલમાં યુવકોની જેમ હવે મહિલાઓ અને યુવતીઓ પણ દારૂનું સેવન કરી રહી છે. આવી જ એક મહિલાએ પોતના જન્મદિવસની પાર્ટીમાં દારૂની
  • આણંદઃ માનપુરા ગામેથી ઝડપાઇ દારૂની મહેફિલ
  • ગ્રીન ટોન નામના ફાર્મ હાઉસમાંથી ઝડપાઇ મહેફિલ
  • બર્થડે પાર્ટી આડમાં દારૂની મહેફિલ કરતા હતા
  • પોલીસે 15 યુવકો-10 યુવતીઓને ઝડપી પાડી
  • આંકલાવ પોલીસ ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી
  • તમામ નબીરાઓ વડોદરાના રહેવાસી

ગુજરાતમાં કહેવાતી દારૂબંધીના અવારનવાર જાહેરમાં લીરા ઉડતા જોવા મળે છે. ગુજરાતમાં દારૂ પીવો જાણે હવે ફેશન બની ગઈ છે. અવારનવાર  દારૂની પાર્ટી અથવા મહેફિલ યોજાતી ઝડપાય છે. તો આવી દારૂની મહેફિલમાં હવે તો યુવાવર્ગના યુવાનની સાથે યુવતીઓ પણ હોંશે હોંશે ભાગ લેતી થઇ છે.

hiprofile liquor party caught from manpur farmhous of anand police raid midnight

આણંદ ના માનપુરા ગામેથી આવી જ એક દારૂની મહેફિલ ઝડપી પાડવામાં આવી છે. વડોદરાના યુવાનો દ્વારા કોઈ  મહિલા મિત્રની જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજના ઉચ્ચ વર્ગના યુવક અને યુવતીઓ જોડાયા હતા. જ્યાં બર્થડે પરતીની આડમાં દારૂની મહેફિલ ગોઠવવામાં આવી હતી.

m3 3 2 માનપુરા ગામેથી દારૂની મહેફિલ માણતા યુવકો સાથે ધનાઢ્ય પરિવાની 10 જેટલી યુવતીઓ પણ ઝડપાઇ

માનપુરના ગ્રીન ટોન ફાર્મ ભાડે રાખી આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં બર્થડે પાર્ટી ની આડમાં દારૂની મહેફિલ માણતા 15 જેટલા યુવકો અને 10 જેટલી યુવતીઓને આંકલાવ પોલીસ  દ્વારા ઝડપી પાડવામાં આવી હતી. ઝડપાયેલા તમામ 25 યુવક યુવતીઓ વડોદરાના રહેવાઈ હોવાનું સામે આવ્યું છે. તો ઘટના સ્થળે થી દારૂની 10 જેટલી બોટલ પણ મળી આવી હતી.  પોલીસે પ્રોહીબિશનનો ગુનો લાગુ કરી આગળની કાર્યવાહી કરી છે.

m2 1 માનપુરા ગામેથી દારૂની મહેફિલ માણતા યુવકો સાથે ધનાઢ્ય પરિવાની 10 જેટલી યુવતીઓ પણ ઝડપાઇ

WhatsApp Image 2022 09 12 at 1.17.48 AM 5.jpg 1 5 માનપુરા ગામેથી દારૂની મહેફિલ માણતા યુવકો સાથે ધનાઢ્ય પરિવાની 10 જેટલી યુવતીઓ પણ ઝડપાઇ

જાયે તો જાયે કહાં/ કોંગ્રેસના નેતાઓનો ભાજપમાં દમ ઘૂંટાય છે! ટિકિટની રાહ જુએ છે,મળે તો ભાજપ નહીં તો ફરી ઘરવાપસી કરવાના ફિરાક માં….