T20 World Cup/ રાશિદ ખાને રચ્યો ઈતિહાસ, જે બુમરાહ અને મલિંગા નથી કરી શક્યા તે કરી બતાવ્યું

T20 ઈન્ટરનેશનલમાં જે કામ ભારતીય ટીમનાં બુમરાહ અને શ્રીલંકન ટીમનાં મલિંગા નથી કરી શક્યા તે કામ અફઘાનિસ્તાનનાં અનુભવી લેગ-સ્પિનર ​​રાશિદ ખાને રવિવારે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ T20 વર્લ્ડકપ મેચ દરમિયાન કરી બતાવ્યુ છે.

Sports
રાશિદ ખાને ઈતિહાસ રચ્યો

રવિવારની અફઘાનિસ્તાન અને ન્યૂઝીલેન્ડની મેચ આ બન્ને ટીમ સિવાય ભારત માટે પણ ઘણી મહત્વની હતી. જો કે આ મેચમાં અફઘાનિસ્તાનની હાર બાદ ટીમ ઈન્ડિયાની વર્લ્ડકપની યાત્રા હવે અહી જ ખતમ થઇ ગઇ છે. જો કે આજે એટલે કે સોમવારે ટીમ ઈન્ડિયા નામીબિયા વિરુદ્ધની તેની અંતિમ મેચ રમશે, પરંતે તે મેચનું પરિણામ મહત્વનું ગણાશે નહી. જો કે આ મેચમાં ભારતને ભલે નિરાશા હાથ આવી હોય પરંતુ અફઘાનિસ્તાનનાં Magic બોલર રાશિદ ખાન માટે આ મેચ સારી સાબિત થઇ હતી. જણાવી દઇએ કે, રાશીદ ખાને અબુ ધાબીમાં રવિવાર, 7 નવેમ્બરનાં રોજ ન્યૂઝીલેન્ડ (AFG vs NZ) વિરુદ્ધ T20 વર્લ્ડકપની અફઘાનિસ્તાનની સુપર 12 ગ્રુપ 2 મેચ દરમિયાન માર્ટિન ગુપ્ટિલની વિકેટ લઇને 400 T20I  વિકેટ લેનાર સૌથી યુવા બોલરનો ખિતાબ મેળવ્યો છે.

રાશિદ ખાને ઈતિહાસ રચ્યો

આ પણ વાંચો – T20 World Cup / પત્રકારનાં સવાલ પર જાડેજાએ કહ્યુ- બેગ પેક કરીને ઘરે જઇશું બીજુ શું? Video

આપને જણાવી દઇએ કે, T20 ઈન્ટરનેશનલમાં જે કામ ભારતીય ટીમનાં બુમરાહ અને શ્રીલંકન ટીમનાં મલિંગા નથી કરી શક્યા તે કામ અફઘાનિસ્તાનનાં અનુભવી લેગ-સ્પિનર ​​રાશિદ ખાને રવિવારે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ T20 વર્લ્ડકપ મેચ દરમિયાન કરી બતાવ્યુ છે. તેણે સ્પર્ધાત્મક T20 ક્રિકેટમાં 400 વિકેટનો આંકડો પૂરો કર્યો છે. 23 વર્ષીય સ્પિનર ન્યૂઝીલેન્ડની ઇનિંગ્સની નવમી ઓવરમાં ઓપનર માર્ટિન ગુપ્ટિલને આઉટ કરીને આ સીમાચિહ્ન સુધી પહોંચ્યો હતો. રાશિદે પોતાની 289મી T20 મેચમાં આ સિદ્ધિ મેળવી હતી, જે એક નવો રેકોર્ડ છે. તેના પહેલા માત્ર ત્રણ અન્ય બોલરો T20 ક્રિકેટમાં 400 વિકેટનો આંકડો પાર કરી શક્યા છે. આ યાદીમાં ડીજે બ્રાવો હાલમાં નંબર વન પર છે. ખાસ વાત એ છે કે રાશિદનાં T20 ડેબ્યૂ બાદ અન્ય કોઈ બોલરે આ ફોર્મેટમાં 300 વિકેટ ઝડપી નથી. રેકોર્ડ જુઓ-

T20 કારકિર્દીમાં સૌથી વધુ વિકેટ

553 ડ્વેન બ્રાવો
425 સુનિલ નારાયણ
420 ઈમરાન તાહિર
400 રાશિદ ખાન
398 શાકિબ અલ હસન

T20 આંતરરાષ્ટ્રીય બોલિંગ રેન્કિંગ

1. વાનિન્દુ હસરંગા, શ્રીલંકા
2. તબરેઝ શમ્સી, દક્ષિણ આફ્રિકા
3. આદિલ રશીદ, ઈંગ્લેન્ડ
4. રાશિદ ખાન, અફઘાનિસ્તાન
5. મુજીબ ઉર રહેમાન, અફઘાનિસ્તાન

રાશિદ ખાને ઈતિહાસ રચ્યો

આ પણ વાંચો – Controversy / ચાલુ Show માં શોએબ અખ્તરને Get Out કહેનાર એન્કર નૌમાન નિયાજે માંગી માફી

ઉલ્લેખનીય છે કે, T20 વર્લ્ડકપ 2021ની 40મી મેચમાં ન્યૂઝીલેન્ડે અફઘાનિસ્તાનને 8 વિકેટથી હરાવીને સેમીફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. તેની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર જઝાઈ 2, શહેઝાદ 4 અને ગુરબાઝ 6 રન બનાવીને આઉટ થયા હતા. જોકે, નજીબુલ્લાહ ઝદરાને એક છેડો પકડી રાખ્યો અને જોરદાર શોર્ટ્સ મારવાનું ચાલુ રાખ્યું. ઝદરાને 48 બોલમાં છ ચોક્કા અને ત્રણ છક્કાની મદદથી 73 રન ફટકારીને ટીમને 124 રન સુધી પહોંચાડી દીધી હતી. જવાબમાં ન્યૂઝીલેન્ડે ગુપ્ટિલનાં 28, મિશેલનાં 17, કેપ્ટન કેન વિલિયમસનનાં 40 અને ડ્વેન કોનવેના 36 રનની મદદથી 19મી ઓવરમાં માત્ર બે વિકેટ ગુમાવીને આસાનીથી લક્ષ્ય હાંસલ કરી લીધું હતું અને નોકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.