CM રૂપાણી/ રાજકોટમાં રચાશે ઈતિહાસ, એક સાથે ચાર ઓવર બ્રિજનું મુખ્યમંત્રી કરશે ટૂંક સમયમાં લોકાર્પણ

રાજકોટ શહેરના ઈતિહાસમાં પ્રથમવાર એકસાથે ચાર ઓવરબ્રિજ પ્રોજેકટનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ટૂંક સમયમાં ખાતમુહર્ત થનાર છે. કાલાવડ રોડ પર કેકેવી ચોક ઓવરબ્રિજ તેમજ

Top Stories Gujarat
1

રાજકોટ શહેર ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બનવા જઈ રહ્યું છે. મકરસંક્રાંતિ બાદ કમુરતા ઉતર્યા બાદ લોકો શુભ પ્રસંગો શુભ મુહૂર્તમાં યોજશે ત્યારે રાજકોટ શહેરના ઈતિહાસમાં પ્રથમવાર એકસાથે ચાર ઓવરબ્રિજ પ્રોજેકટનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ટૂંક સમયમાં ખાતમુહર્ત થનાર છે. કાલાવડ રોડ પર કેકેવી ચોક ઓવરબ્રિજ તેમજ જડુસ રેસ્ટોરન્ટ પાસેનો ઓવરબ્રિજ અને 150 ફૂટ રિંગરોડ પર નાનામવા ચોકડીએ ઓવરબ્રિજ અને રામાપીર ચોકડીએ ઓવરબ્રિજ પ્રોજેકટનું ખાતમુહર્ત કરવામાં આવનાર છે.આ ઉપરાંત શહેરના તમામ 18 વોર્ડના અનેક નાના-મોટા વિકાસકામોના ખાતમુહર્ત અને લોકાર્પણ મુખ્યમંત્રીની આગામી મુલાકાત દરમિયાન કરાવવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે.મહાપાલિકાની ચૂંટણી પૂર્વે અનેક પ્રોજેકટના ખાતમુહર્ત અને લોકાર્પણનો માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.

announced / રાજકોટમાં અનલોક 8ના આદેશો 31 જાન્યુઆરી સુધી અમલી : પોલીસ કમિ…

આ અંગે રાજકોટ મહાનગર પાલિકાના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે ટૂંક સમયમાં જ મુખ્યમંત્રી આમ્રપાલી બ્રિજના લોકાર્પણ માટે આવે તેવી સંભાવના છે, તેની સાથે જ ઉપરોકત ચારેય ઓવરબ્રિજ પ્રોજેકટનું ખાતમુહર્ત કરવામા આવશે તેવા નિર્દેશ મળી રહ્યા છે. રાજકોટના ચારેય ઓવરબ્રિજ પ્રોજેકટ મહાપાલિકાની ગત ચૂંટણી સમયે 2015માં જાહેર કરવામાં આવ્યા હતા. કેકેવી ચોકમાં સૌપ્રથમ અન્ડરબ્રિજ પ્રોજેકટ મુકવામાં આવ્યો હતો જેના માટે ત્રણ-ત્રણ વખત ટેન્ડર પ્રક્રિયા કરવા છતાં કોઈ કોન્ટ્રાકટર એજન્સીએ રસ નહીં દાખવતા અંતે ત્યાં અન્ડરબ્રિજનું આયોજન કેન્સલ કરીને ઓવરબ્રિજ પ્રોજેકટ મુકવામાં આવ્યો છે.

કૃષિ આંદોલન / આખરે કેવી રીતે સમાપ્ત થશે કૃષી આંદોલન ? કૃષિ કાયદા રદ તો નહી…

આ ઉપરાંત નાનામવા ચોક ખાતે સાઉથ ટૂ નોર્થ અને રામાપીર ચોકડી ખાતે પણ સાઉથ ટૂ નોર્થ દિશામાં ઓવરબ્રિજ પ્રોજેકટ બનશે. જ્યારે કેકેવી ચોક અને જડુસ રેસ્ટોરન્ટ પાસે ઈસ્ટ ટૂ વેસ્ટ દિશામાં બ્રિજ પ્રોજેકટ બનશે.આ બ્રિજ પ્રોજેકટ ઉપરાંત સ્માર્ટ સિટી પ્રોજેકટના વિવિધ 10 રસ્તાઓ, કોઠારિયા, વાવડી અને જિલ્લાગાર્ડન વિસ્તારની પાણી પુરવઠા યોજનાઓનું પણ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરાશે. મકરસંક્રાંતિ પછી કમુરતા ઉતર્યા બાદ મુખ્યમંત્રી રાજકોટની મુલાકાત લેશે. દરમિયાન વિગતો મુજબ 14થી 21 જાન્યુઆરી સુધીમાં મહાપાલિકાની ચૂંટણીનું જાહેરનામું પ્રસિધ્ધ થશે અને તે સાથે જ આચારસંહિતા અમલી બની જશે આથી જાહેરનામું પ્રસિધ્ધ થતા પૂર્વે શકય તેટલા કાર્યક્રમો યોજી નાખવાનું મહાપાલિકા તંત્રનું આયોજન છે.

કૃષિ આંદોલન / આખરે કેવી રીતે સમાપ્ત થશે કૃષી આંદોલન ? કૃષિ કાયદા રદ તો નહી…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…